શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 25 જાન્યુઆરી 2021 (18:07 IST)

શુ તમે જમવામાં ફક્ત રોટલી જ ખાવ છો તો થઈ શકો છો આ ગંભીર બીમારીના શિકાર

સામાન્ય રીતે દરેકના ઘરે રોટલી બનાવવામાં આવે છે. રોટલીથી ક્યારેય કોઈનુ મન ભરાતુ નથી. બજારમાં મળતા ખાદ્ય પદાર્થો ગમે તેટલા સ્વાદિષ્ટ હોય પણ તેને તમે રોજ ખાઈ શકતા નથી. ઘણા લોકોનુ રોટલી ખાધા વિના પેટ ભરાતુ નથી. પરંતુ કેટલાક લોકો જાણતા અજાણતા રોટલી  (Eating Habits) ખાવામાં એવી ભૂલો કરી બેસે છે, જેની અસર તેમના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ નાખે છે.
 
વધુ રોટલી ખાવાથી આરોગ્ય પર પડે છે ખરાબ અસર 
 
આજના સમયમાં લોકો ખુદને સ્વસ્થ રાખવા (Healthy) માટે એક્સરસાઈઝ(Exercise), રનિંગ (Running) અને યોગા (Yoga) કરે છે. ઘણા લોકો તો પોતાનુ વજન  (Weight Loss)  ઓછુ કરવા મા ડાયેટિંગ (Dieting) ની પણ મદદ લે છે. તેથી તેઓ ચોખાનુ (Rice) સેવન બંધ કરી દે છે અને તેના સથાન પર રોટલી(Roti) ખાવા માંડે છે. મોટાભાગના લોકોનુ માનવુ છે કે શરીરને કોઈ નુકશાન થતુ નથી. 
 
જાણો રોટલી ખાવાની આરોગ્ય પર શુ અસર પડે છે. 
 
ત્રણ ટાઈમ રોટલી ખાવાથી વજન વધે છે
જો તમે દિવસમાં ત્રણ વખત એટલે કે સવાર, બપોર અને સાંજે રોટલી ખાવ છો તો તમે 400 ગ્રામ કાર્બોહાઇડ્રેટ  કંજ્યુમ કરો છો. સામાન્ય રીતે, વ્યક્તિને એક દિવસમાં માત્ર 250 ગ્રામ કાર્બોહાઇડ્રેટની જરૂર હોય છે. વધુ કાર્બોહાઇડ્રેટનું સેવન કરવાને કારણે તમારુ વજન ઓછું થવાને બદલે વજન વધવાનું શરૂ થાય છે. 
 
વધુ રોટલી ખાવાથી બને છે ઝેર 
 
રોટલી(Roti)નું સેવન આરોગ્ય(Health)  માટે ખૂબ ફાયદાકારક છે. રોટલીમાં કેલ્શિયમ(Calcium) અને પ્રોટીન (Protein)સારી માત્રા જોવા મળે છે, જે પાચનની પ્રક્રિયા(Digestion Process)ને મજબૂત બનાવે છે. સાથે જ રોટલી ખાવાથી શરીરમાં લોહી (Blood) પણ સાફ થાય છે, પરંતુ વધારે પ્રમાણમાં રોટલી(Roti) ખાવાથી શરીરમાં ઝેર(Poison) બનવા માંડે છે.
 
વધુ રોટલી ખાવાથી પાચન ક્રિયા થાય છે ખરાબ 
 
વધુ રોટલી(Roti)  ખાવાથી શરીરમાં ઓક્સલેટ(Oxalate)બનવા માંડે છે. જેને કારણે, તમે ઘણા પ્રકારની ગંભીર બીમારીઓના શિકાર બની શકો છો. વળી, વધારે પ્રમાણમાં રોટલી ખાવાથી તમારી પાચક ક્રિયા પર પણ ખરાબ અસર પડે છે, જેના કારણે ગેસ, કબજિયાત અને બળતરાની સમસયા થાય છે. 
 
વધુ રોટલી ખાધા પછી કસરત કરવી જરૂરી
 
 દરરોજ કસરત (Exercise) કરનારાઓ લોકોને વધુ રોટલી (Roti)ખાવાથી કોઈ નુકશાન થતુ નથી. રોટલીમાં જોવા મળતા કાર્બોહાઈડ્રેટ  કાર્બોહાઇડ્રેટ(Carbohydrate) તમને એનર્જી આપવાનુ કામ કરશે. જેને કારણે, તમે લાંબા સમય સુધી વર્કઆઉટ્સ(Workout)  કરી શકો છો
 
તમારી ડાયેટમાં રોટલી સાથે ભાતનો પણ સમાવેશ કરો. બેલેંસ્ડ ડાયેટ (Balanced Diet) માટે દહી અને સલાદ પણ ખાવ