ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

જો તમે અથાણું ખાવાના શોખીન છો તો થઈ જાવ સાવધાન

અનેક લોકો અથાણુ ખાવાના ખૂબ શોખીન હોય છે. તેઓ ભાત રોટલી અને અનેક પકવાન સાથે અથાણાંનુ સેવન કરે છે. અથાણાને બનાવતી વખતે તેમાં અનેક હાનિકારક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે લાંબા સમય સુધી ટકી રહે. જો તમે રોજ અથાણુ ખાવ છો તો આ તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. આજે અમે તમને બતાવી રહ્યા છે કે અથાણુ કેવી રીતે તમારા આરોગ્ય માટે હાનિકારક છે. 
1. ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક - ડાયાબિટીસના દર્દીઓ માટે અથાણાંનુ સેવન કરવુ હાનિકારક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અથાણાને પ્રિઝર્વ કરવા માટે તેમા ખાંડ ભેળવવામાં આવે છે. તેથી સારુ રહેશે કે ડાયાબિટીસના દર્દીઓ આનુ બિલકુલ સેવન ન કરે. 
 
2. આંતરડાનું  - રોજ અથાણુ ખાવાથી આંતરડાનું અલ્સર થવાનુ સંકટ વધી જાય છે. તેથી તમારા સારા સ્વાસ્થ્ય માટે અથાણું ઓછુ ખાવ. 
 
3. સોજા - અથાણામાં સોડિયમની માત્રા વધુ જોવા મળે છે. જેના કારણે સોજાની સમસ્યા થઈ શકે છે. 
 
4. હાઈ બ્લડપ્રેશર - તેનુ સેવન વધુ કરવાથી બ્લડપ્રેશર વધી જાય છે. જે લોકો હાઈ બ્લડપ્રેશરથી પરેશાન છે તેમણે અથાણું ન ખાવુ જોઈએ. 

5. અથાણા બનાવવા અને તેને સુરક્ષિત રાખવા માટે જે પ્રિસર્વેટિવનો પ્રયોગ હોય છે, એ શરીર માટે હાનિકારક હોય છે અને એસિડીટી કે શરીરમાં સોજા માટે જવાબદાર હોય છે.