ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 22 જાન્યુઆરી 2018 (15:11 IST)

સવારે વહેલા ઉઠવું સ્વાસ્થય માટે ફાયદાકારી છે....જાણો વહેલા ઉઠવા માટે આ 5 વાતો

સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જાય એ માણસ સ્વસ્થ રહે છે એવું આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે પણ આધુનિક લાઇફસ્ટાઇલને કારણે એમ લગભગ કોઈ કરતું નથી. આજકાલ તો આધુનિક લાઈફામાં રાત્રે મોડે ભોજન કરવું પછી વ્હાટ્સએપ, ઈંટરનેટ પર ફિલ્મો જોયા કરે છે. જો તમે સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણી વહેલા ઊઠવાની આ જૂની આદત કેળવવી જોઈએ.
વહેલા ઉઠવું માણસ માટે અઘરું થઈ ગયું છે કારણકે એ રાત્રે મોડેથી સૂએ છે તો પહેલા તો અમે તમને વહેલા ઉઠવા માટે શું કરવું એ જણાવીશું .... 
– જો રાત્રે મોડા સૂવાની ટેવ હોય તો વહેલા સૂવાનું શરૂ કરવું. રાત્રે નવ વાગ્યા પહેલાં જમી લેવું અને નક્કી કરેલા સૂવાના સમયે લાઇટ્સ ઑફ કરીને પથારીમાં પડી જ જવું. 

– સવારે નવ વાગ્યે ઊઠવાની ટેવ હોય તો પહેલા જ દિવસથી છ વાગ્યે ઊઠવાનું ન રાખવું. એને બદલે પહેલા અઠવાડિયે આઠ કે સાડા આઠ વાગ્યે ઊઠવાની આદત પાડવી. એ પછીના અઠવાડિયે સાત કે સાડા સાત અને એમ ધીમે-ધીમે કરતાં તમે છ વાગ્યે ઊઠવાના ધ્યેયને પહોંચી વળી શકશો. 
– સવારે ઊઠીને તરત જ કોઈક કામ શેડ્યુલ કરીને રાખવું, જેથી સુસ્તીમાં પથારીમાં પડી રહેવાની આદત છૂટે. 
 
– જો તમને દિવસ દરમ્યાન બેઠાં-બેઠાં સૂવાની આદત હોય તો તેને બંધ કરી દેવી જોઇએ.