મંગળવાર, 28 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 ઑક્ટોબર 2025 (16:41 IST)

પાકિસ્તાનમાં 6 સગા ભાઈ-બહેનોને કેમ પરસ્પર કરવા પડ્યા લગ્ન ? કારણ જાણીને ચોંકી જશો

meerut nikah twist
Pakistan Unique Marriage: લગ્નને લઈને દુનિયાના દરેક દેશમાં પોત પોતાની પરંપરાઓ અને માન્યતાઓ હોય છે.  ક્યાક એક મહિલા અનેક પુરૂષો સાથે લગ્ન કરે છે તો ક્યાક વરરાજાની વિદાય થાય છે  વધુની નહી. કેટલાક દેશોમાં ચાચા કે મામાના છોકરા છોકરીઓના પરસ્પર મેરેજ થવા એ સામાન્ય વાત છે. આ જ પ્રક્રિયામાં પાકિસ્તાનથી આવેલ એક સમાચારે સોશિયલ મીડિયા પર બધાને ચોંકાવી દીધા છે.  
 
6 સગા ભાઈ-બહેનોએ પરસ્પર કર્યા લગ્ન  
તાજેતરમાં જ પાકિસ્તાનથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા દાવો કરવામાં આવ્યો છે કે ત્યા ગરીબી મોંઘવારી અને ભુખમરાથી બચવા માટે છ સગા ભાઈ બહેનોએ પરસ્પર લગ્ન કરી લીધા. આ લગ્ન ખૂબ જ સાદગીથી કેટલાક મેહમાનોની હાજરીમાં થયા.  
 
મોટા ભાઈએ બતાવ્યુ અનોખુ કારણ 
જ્યારે લગ્ન પછી સૌથી મોટા ભાઈને પૂછવામાં આવ્યુ કે આવુ કરવાનુ કારણ શુ હતુ તો તેણે બતાવ્યુ, 'અમે બધા ભાઈઓએ નક્કી કર્યુ હતુ કે અમે એક જ દિવસે લગ્ન કરીશુ જેથી ખર્ચ ઓછો થાય અને એકતા બની રહે' મોટાભાઈની પત્નીએ કહ્યુ કે આ તેમની પસંદગીના લગ્ન હતા અને તેને તેમણે પોતાની મરજીથી કર્યા છે.  
 
સોશિયલ મીડિયા વાયરલ 
આ વીડિયો ઝડપથી ઈંટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, અને પ્રતિક્રિયાઓનો વરસાદ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ લગ્નને "અનોખો નિર્ણય" કહી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને સામાજિક અને ધાર્મિક રીતે વિવાદાસ્પદ ગણાવી રહ્યા છે.