ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

આ 4 વસ્તુઓમાં હોય છે ગુડ ફેટ(Good Fat) ખાવો અને ઉઠાવો ફાયદા

આપણે બધા કઠોર ડાયેટ પર હોય છે ત્યારે કોશિશ કરીએ છીએ કે ફેટ વાળા ફૂડસને દૂર જ રાખીએ. પણ શું તમને આ યોગ્ય લાગે છે ? જી નહી, આવું કરવું ખોટું છે કારણ કે કેટલાક ગુડ ફેટ પણ હોય છે જે આપણી બૉડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.  
ગુડ ફેટ પ્રાકૃતિક વસ્તુઓમાં હોય છે અને બેડ પ્રોસેસ્ડ અને પેકેટ વાળા ફૂડમાં હોય છે. ગુડ ફેટનું  કામ હોય છે આપણી ત્વચા અને વાળને સ્વસ્થ રાખવી અને સાંધાને લચીલુંં બનાવી રાખવુ. બીજી તરફ બેડ ફેટ અનહેલ્દી હોય છે અને કોલેસ્ટ્રોલ વધારે છે. આવો જાણીએ કેટલાક ગુડ ફેટ વાળા ફૂડસના નામ જે ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી કાઢે છે અને આપણને  સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

એવાકોડો - એવાકોડોમાં મોનો સેચ્યુરેટ ફેટ હોય છે, જેનાથી મગજ તેજ બને છે અને હાર્ટના રોગ થતા નથી. તમે દરરોજ અડધો એવાકૉડો તો ખાવો જ જોઈએ. 

વર્જિન કોકોનટ ઑઈલ- જ્યારે પણ ડાયેટ પર રહીને  વજન ઓછુ કરવાનુ વિચારી રહ્યા હોય તો તેલનો ખૂબ  વિચારીને પ્રયોગ કરો. પણ ભોજન શુદ્ધ કોકોનટ ઑઈલમાં બનાવવાથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરી શકો છો. 
 

અખરોટ - અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ હોય છે. આ શરીરમાં આવતા સોજાને ઘટાડવામાં મદદગાર હોય છે. આ ઉપરાંત  એને ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને હૃદય અને ફેટી લીવરનો રોગ થતો નથી.

જેતૂનનું  તેલ - જેતૂનના તેલમાં વિટામિન એ અને ઈ હોય છે. સાથે એમાં મેગ્નેશિયમ પણ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને પણ ઓછું કરે છે અને હાર્ટના રોગથી બચાવે છે.