બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 12 ડિસેમ્બર 2018 (12:14 IST)

પુરૂષ કરતાં મહિલાઓને હોય છે વધારે માથાનો દુખાવો, જાણો 6 મોટા કારણ

પુરૂષો કરતા મહિલાઓ માથાના દુખાવો વધારે અનુભવ કરે છે. તેના પાછળ કારણ તેમની ડબલ જીવન થઈ શકે છે. તે સિવાય કેટલાક હાર્મોનલ કારણો પણ જવાબદાર ઠહરાવી શકાય છે. પણ માથાનો દુખાવો શરીરની કેટલાક સ્ટોરી જણાવે છે. હકીકતમાં ઘણી વાર માથાનો દુખાવાના કારણ માથામાં દુખાવાના કારણે નહી 
હોય્ તેના પાછળ બીજા પણ કારણ થઈ શકે છે. એટલેકે શરીરના બીજા ભાગમાં દુખાવો કે કોઈ રોગ. તેના કારણે પણ માથાના દુખાવો જેવી સમસ્યા થઈ જાય છે. 
ટેંશન 
હકીકતમાં માથાના કોઈ ભાગમાં દુખાવો થઈ રહ્યું છે, તેથી તમારી મન: સ્થિતિની ખબર પડી શકે છે. જો તમારા માથાના બન્ને ભાગમાં દુખાવો થઈ રહ્યુ છે તો સમજી જાઓ કે આ ટેશનનો દુખાવો છે. ટેંશનમાં હમેશા માથાના બન્ને ભાગમાં દુખાવો હોય છે. 

બ્રેન 
જો તમારા બ્રેનવાળા ભાગમાં દુખાવો છે તો સમઝો કે આ કોઈ સામાન્ય દુખાવો નહી છે. આ દુખાવો માઈગ્રેનનો થઈ શકે છે. તેના માટે નર્વ જવાબદાર હોય છે. બ્રેનમાં દુખાવોનો અનુભવ હમેશા માથાની વચ્ચે વચ હોય છે જો તમને એવું લાગે છે કે તરત ડાક્ટરની સલાહ લેવી. 
પાચનતંત્ર
ઘણીવાર માથાના દુખાવાનો સંબંધ માથાથી નહી પણ પેટથી પણ હોય છે. હાલાંકિ પાચન તંત્ર યોગ્ય ન હોય તો તેના કારણે પણ માથામાં દુખાવો થઈ શકે છે. જો માથાના એક ભાગમાં સતત લાંબા સમયથી દુખાવો થઈ રહ્યું હોય તો ડાયરિયાના લક્ષણ પણ થઈ શકે છે. 
 
સેંસ
ઘણીવાર એક ખાસ પ્રકારની આવાજ કાનમાં સંભળાય છે, જેનાથી માથાનો દુખાવો થવા લાગે છે. ઘણી વાર કલાકો ફોન પર વાત કરવાથી એવું હોય છે. 
 
ઘણીવાર કોઈ પરફ્યૂમની ગંધના કારણે આવું હોય છે. કુલ મિલાવીને કહેવાનો અર્થ છે કે ઘણી વાર જુદા જુદા સેંસની કારણે પણ માથાનો દુખાવો હોય છે. 

મોડે સુધી વિચારવાથી 
તમારું બ્રેન જ્યારે ઘણા વસ્તુઓથી ભારે થઈ જાય છે, ત્યારે તેનાથી દુખાવો થવા લાગે છે. જો તમે કોઈ વિચારથી લાંબા સમયથી પરેશાન છો તો તમને માથાનો દુખાવો થઈ શકે છે. 
હાર્મોન 
માથાના દુખાવો પાછળ એક કારણ પણ થઈ શકે છે. હાર્મોનના કારણે હૃદય ગતિ ખૂબ તીવ્ર થઈ શકે છે , ખૂબ પરસેવું આવવા લાગે છે આ બધા ફેરફારના કારણે માથાના દુખાવોની સમસ્યા થઈ શકે છે.