સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (18:36 IST)

Home remedies for cough and cold: શરદી-ખાંસી માટે દાદીમાંના 10 નુસ્ખા

શરદી-ઉધરસની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ.
આવામાં ડોક્ટર પાસે દોડવાને બદલે તમે કેટલાંક સામાન્ય ઘરેલું નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. 
1. ગરમ પાણીમાં થોડું મીઠું નાંખી પાણીના કોગળા કરો, આમ કરવાથી તમારા ગળાને રાહત મળશે. 
2. કોફી અને ચા જેવું ગરમ પીણું પીતા રહો. હુંફાળુ પાણી પણ પી શકો છો. 
 
3. ગરમ પાણીમાં હળદરનો પાવડર, આદુનો પાવડર અને એક ચમચી મધ ઉમેરો. આનાથી તમને કફમાં જ રાહત નહીં મળે પણ તમારા શરીરનો દુખાવો, શરદી તેમજ માથાનો દુખાવો પણ દૂર થઇ જશે. 
 
4. શરદી માટે, ગરમ સ્ટીમ અર્થાત્ નાસ લેવો એ સૌથી ફાયદાકારક માર્ગ છે. આ માટે માર્કેટમાં સ્ટીમ મશીન મળે છે અને જો એ ન ખરીદવું હોય તો ઉકળતા 
પાણીમાં તમે વિક્સ, નિલગિરીનું તેલ કે નાસ લેવાની કેપ્સ્યુલ નાંખીને નાસ લઇ શકો છો. આ પ્રક્રિયા તમને બહુ જલ્દી રાહત આપશે. 
5. જ્યારે ચા બનાવતા હોવ ત્યારે તેમાં તુલસીના પાંદડા અને પીસેલું આદુ તેમજ મરી નાંખો, શરદી - ખાંસીમાં આ પીણું તમને સારી એવી રાહત પૂરી પાડશે. 
 
6. શરદી અને ખાંસીથી પીડાતી વ્યક્તિએ ચ્યવનપ્રાશ(આયુર્વેદિક ટોનિક) કે આંબળાનો મુરબ્બો ખાવાનો રાખવો જોઇએ. આમાં વિટામિન સીની ભરપુર માત્રા હોવાથી તમને શરદી-ખાંસી સામે રોગપ્રતિકારક ક્ષમતા મળી રહેશે.
 
7. સૂકી ખાંસીમાં તરત આરામ મેળવવા આદુંના એક કટકા કાપી એમાં મીઠું છાંટી પછી એને થોડા મિનિટ ચાવો . જો આદું અને તુલસીના પાન સાથે મિક્સ કરી ચાવો તો ઠંડ અને કફ બન્નેથી જ આરામ મળશે. 
 
8. લસણથી ભગાડો શરદી
લસણને રોગાણુરોધી માન્યા છે આથી આ શરદી અને કફને પ્રાકૃતિક રૂપથી ઠીક કરે છે એના પ્રયોગ કરવા માટે 4-5 લસણની કલીને છોલીને થોડા ઘીમાંસ શેકીને ગરમ ગરમ ખાવો . 
 
9. અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વાર સુંઘવાથી શરદી ઓછી થાય છે અને છીંક પણ ઓછી થાય છે.
 
10.  થોડુક આદુ, અજમો (1 ચમચી), લવિંગ (5), કાળા મરી (3), મેથી (1 ચમચી), તુલસી અને ફુદીનાના પાન (10) અ બધી જ વસ્તુઓનો ઉકાળો બનાવીને સાકર ભેળવીને દિવસમાં બે વખય જ્યાર સુધી આરામ ન થાય ત્યાર સુધી લેવો.