બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 20 ડિસેમ્બર 2018 (11:57 IST)

વાળ, ત્વચા અને આરોગ્ય માટે જાણો મૂળાના ઘરેલૂ ઉપાય -12 ઘરેલૂ ટીપ્સ

વાળ, ત્વચા અને આરોગ્ય માટે જાણો મૂળાના ઘરેલૂ ઉપાય 
આ રોગોને દૂર કરવા અને સૌંદર્યથી સંકળાયેલી ઘણી ટીપ્સ માટે કરો મૂળાના ઉપયોગ - જાણો કેટલાક ઘરેલૂ ઉપાય 
મૂળાના આરોગ્યપ્રદ ફાયદા જાણ્યા પછી તમે પણ તેને ખાવાનુ ભૂલશો નહી
મૂળાનું સેવન ફક્ત સલાદના રૂપમાં જ નહી પરંતુ તેનુ શાક બનાવીને પણ તેનુ સેવન કરી શકાય છે. મૂળાનુ સેવન કરવુ આપણા શરીર માટે લાભદાયક હોય છે અને આપણા શરીરને અનેક રોગોથી છુટકારો મળી જાય છે. 
 
કૈસર રિસ્ક ઓછુ કરવામાં મદદરૂપ છે મૂળા. તેમા રહેલા વિટામીન સી એંટીઓક્સિડેંટની જેમ કામ કરે છે. 
 
બ્લડ પ્રેશરને યોગ્ય રાખે છે મૂળા. આ એંટી હાઈપરટેંસિવ હોય છે. હાઈ બીપીની પ્રોબ્લેમ નથી થવા દેતા. મૂળામાં પર્યાપ્ત માત્રામાં પોટેશિયમ હોય છે. તેનાથી સોડિયમ અને પોટેશિયમનુ સંતુલન કાયમ રહે છે. જેનાથી બ્લડ પ્રેશર ઠીક રહે છે. 
 
ડાયાબીટીસના દર્દીઓ માટે મૂળા બેસ્ટ છે. તેમા પૂરતા માત્રામાં ફાઈબર હોય છે. તેમા રહેલા તત્વ ઈંસુલિનને નિયંત્રિત કરવાના કામ કરે છે. મૂળા ખાઈને શુગર લેવલને ઠીક કરી શકાય છે. 
 
શરદી અને ખાંસીની સારવારમાં મૂળા કારગર છે. કફની પ્રૉબ્લમ છે. તો મૂળા ખાવ. તેમા એવા ગુણ હોય છે જેનાથી કફની સમસ્ય દૂર થાય છે. 
 

કિડની સ્વસ્થ રાખે છે મૂળા. મૂળામાં એવા પ્રકારના ગુણ હોય છે જેનાથી કિડનીનુ ફંક્શન સારુ રહે છે. આ શરીરમાંથી ઝેરીલા તત્વોને કાઢવામાં કારગર છે. તેને નેચરલ ક્લીંજર પણ કહેવાય છે. 
 
ચેહરાના દાગ, ખીલ - ભોજનમાં પોટાશિયમની કમી થવાથી ચેહરા પર દાગ પડી જાય છે અને કરચલીઓ ઉભી થાય છે. એક અઠવાડિયા સુધી રોજ એક કપ મૂળા અન્મે તેના પાનનો રસ પીવાથી ચેહરાના દાગ અને ખીલ મટી જાય છે અને ચેહરો ખીલી ઉઠે છે. 
પેશાબમાં તકલીફ અને બળતરા - એક એક કપ મૂળાના પાનનો રસ દિવસમાં બે-ત્રણ દિવસ પીવાથી પેશાબ તકલીફ વગર અને મોકળાશથી આવે છે અને બળતરાથી પણ રાહત મળે છે. 
 
પથરી - સવાર-સાંજ 25 ગ્રામ મૂળાનો રસમાં એક દોઢ ગ્રામ યવક્ષાર મિક્સ કરીને પીવાથી અથવા 35-40 ગ્રામ મૂળાના બીજને અડધો કિલો પાણીમાં ઉકાળીને જ્યારે અડધુ રહી જાય ત્યારે ગાળીને પીવાથી 10-12 દિવસમાં મૂત્રાશયની પથરી તૂટી-તૂટીને નીકળી જાય છે. મૂળીનો રસ પીવાથી પિત્તાશયની પથરી નથી બનતી. 
 

વાળ ખરવા - ફોસ્ફરસની કમીથી વાળ ખરવા માંગે છે. છોલ્યા વગર મૂળા અને તેના પાન ખાતા રહેવાથી વાળ ખરવા બંધ થાય છે. 
ગઠિયા - મૂળાના એક કપ રસમાં 15-20 ટીપા આદુનો રસ નાખીને એક અઠવાડિયા સુધી સવાર-સાંજ દિવસમાં બે વાર પીવાથી અને એક અઠવાડિયા સુધી રોજ મૂળાના બેજ વાટીને તલના તેલમાં સેકીને તેને સાંધાના દુ:ખાવાવાળા અંગો પર લેપ કરી પટ્ટી બાંધવાથી ગઠિયા(સાંધાનો દુ:ખાવો) માં ખૂબ આરામ થાય છે. 
 
હાડકાં કડકવા - ઉઠતા બેસતા ઘૂંટણ કે હાથ ઉપર નીચે તરફ કરવાથી ખભાના હાડકાં કડકતા હોય તો રોજ અડધો ગ્લાસ મૂળાનો રસ પીવાથી હાડકાં કડકવા બંધ થઈ જાય છે.  
 
જૂ અને લીખ - વાળ ધોઈને ટોવેલથી લૂંછીને સૂકાવી લો અને મૂળાનો તાજો રસ કાઢી તેને માથા પર નાખી સારી રીતે માલિશ કરી લો અને એક બે કલાક તડકામાં બેસી જાવ. આવુ કરવાથી જૂ અને લીખો નાશ પામે છે. 
 
ખંજવાળ - ત્વચા પર ખંજવાળ થતા મૂળાને છીણીને ખંજવાળવાળા ભાગ પર ઘસી દેવાથી ખંજવાળમાં ખૂબ આરામ થાય છે. 
દાદ - રોજ મૂળાના બીજ અને સૂકા પાનને લીંબાના રસમાં વાટીને ગરમ કરીને લગાવતા રહેવાથી થોડાક જ દિવસોમાં લાભ થશે. 
 
ફોડલા - ફોડલી - મૂળાને કચડીને તેની લુગદી બનાવી ફોડલા - ફોડલી પર રોજ લેપ કરતા રહેવાથી અને સાથે જ મૂળા અને તેના નરમ પાનને ખાવાથી અથવા સવાર-સાંજ એક એક કપ રસ પીતા રહેવાથી થોડાક જ દિવસોમાં ઠીક થઈ જશે અને ત્વચા સાફ થઈ જાય છે.  
 
માસિક ધર્મ અટકી જવો - બે અઢી ગ્રામ મૂળાના બીજનો પાવડર કરી સવાર-સાંજ પાણી સાથે ફાંકી લેવાથી થોડાક જ દિવસોમાં માસિક ધર્મ સારી રીતે આવવા માંડે છે. 
 
બવાસીર - રોજ સવારે એક કપ મૂળાનો રસ પીતા રહેવાથી(તેમા લીંબૂનો રસ અને આદુનો રસ પણ નાખી શકો છો) અને લેટરિન ગયા પછી હાથ ધોઈને મૂળાના પાણીથી બીજીવાર ગુદા ધોવાથી થોડાક જ દિવસમાં બવાસીરનો રોગ જતો રહે છે.  
 
વીંછીનો ડંખ - મૂળાના બીજમાંથી એક ગોળ ચપટો ટુકડો કાપીને તેને મીઠુ લગાવીને વીંછીના ડંખ મારવાના સ્થાન પર ચોટાડી દો અને થોડી થોડી વારે આ બદલતા રહો. તેનાથી ઝેરનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે અને દુ:ખાવો તેમજ બળતરામાં રાહત મળે છે.