શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (10:07 IST)

Rice side effects: ભાત ખાવા પસંદ છે તો એકવાર જરૂર જાણી લો તેનાથી થતા નુકશાન

ભાત એક એવુ અનાજ છે જેને મોટાભાગના લોકો ખાવુ પસંદ કરે છે. તેમને ભાત એટલા પસંદ હોય છે કે તેઓ દિવસમાં એકવાર રોટલી (Wheat)ને બદલે તેનુ સેવન કરે છે. ચોખા તેથી પણ વધુ ખાવામાં આવે છે કારણ કે આ બનાવવા ખૂબ સહેલા હોય છે. લોકો રાજમા(Rajma Chawal),છોલે દાળ અને ચણાની કરી સાથે ભાત ખૂબ પ્રેમથી ખાય છે. કારણ કે તેનો ટેસ્ટ લાજવાબ હોય છે. દેશના અનેક રાજ્ય એવા છે જ્યા ચોખા(side effects of Rice)ને મેન ફુડના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. કહેવાય છે કે આ રાજ્યમાં લોકોને જો ત્રણેય ટાઈમ ભાત ખાવા માટે આપી દેવામાં આવે તો પણ તેમને કોઈ પરેશાની થતી નથી. 
 
જોવા જઈ તો કોઈપણ વસ્તુનુ હદથી વધુ સેવન નુકશાનકારક સાબિત થાય છે. જો ભાતને હદથી વધુ ખાવામાં આવે તો તેનાથી શરીરને અનેક મામલે નુકશાન પહોંચે છે. અમે તમને ભાતથી શરીરને થનારા નુકશાન વિશે બતાવી રહ્યા છીએ. 
 
વજન વધવુ - ભાત સતત અને વધુ ખાવાથી વજન વધે છે. વાસ્તવમાં, જો તેમાં રહેલી કેલરી વધુ પ્રમાણમાં શરીરમાં પહોંચે છે, તો વજન વધવાની સંભાવના છે. જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને બાફેલા ચોખાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
 
પેટ ફુલવુ - ભાત ભલે જલ્દીથી પેટ ભરતુ હોય પરંતુ તેના સતત વધુ પડતા સેવનથી એક સમયે પેટ ફૂલવાની સમસ્યા દેખાવવા લાગે છે. જો તમે પણ ભાત ખાવા માંગો છો તો બાફેલા ભાત જ ખાવ. આ સાથે ભાત ખાઈને તરત જ પથારી પર સૂવાથી ઘણી બીમારીઓ પણ પકડી લે છે. ભાત ખાધા પછી સૂવાથી અપચો થાય છે અને અમુક સમય પછી લોકોને ઘણીવાર એસિડિટી થવા લાગે છે.
 
ડાયાબિટીસનું જોખમ - જે લોકોને ભાત ખાવાનો શોખ છે, તેઓએ જાણવું જોઈએ કે તેનાથી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. વાસ્તવમાં ચોખામાં કેલરી વધુ માત્રામાં મળે છે અને તેના સેવનથી શરીરમાં શુગરની માત્રા વધવા લાગે છે. ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધે છે. 
 
 
પથરી - ઘણા લોકો કાચા ચોખા પણ ખાતા હોય છે અને એક સમયે તેમને પથરી થઈ જાય છે. એટલું જ નહીં, જો રાંધેલા ભાતને સતત અને વધુ માત્રામાં ખાવામાં આવે તો પેટમાં પથરીની સમસ્યા પણ થઈ શકે છે. આટલું જ નહીં નિષ્ણાતોના મતે જો ચોખાને યોગ્ય રીતે રાંધવામાં ન આવે તો કેન્સરનો ખતરો પણ રહે છે.