સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified સોમવાર, 3 જાન્યુઆરી 2022 (11:49 IST)

21 Woman Care- તમને પણ પીરિયડ્સ દરમિયાન રક્તના ગઠ્ઠો આવે છે તો ધ્યાન આપવું જરૂરી

જ્યારે મહિલાઓને વધુ પીરિયડ્સ આવે છે, ત્યારે તેને ઈમરજંસી લાગે છે. પણ જ્યારે પીરિયડસમાં બ્લીડિંગ ઓછી હોય તો આ વાતને નાર્મલ સમજી ઈગ્નોર કરે છે. 80 ટકા મહિલાઓ આવુ જ કરે છે. એક્-બે પીરિયડસ દરમિયાન આવું હોય તો તે સામાન્ય છે, પરંતુ જો તે સતત થઈ રહ્યું હોય, તો ડૉક્ટર પાસેથી તપાસ કરાવવી જરૂરી છે કારણ કે ઓછી બ્લીડિંગથી કંસીનની સમસ્યા આવે છે. 
 
રક્તસ્ત્રાવ થવી તેથી પણ જરૂરી છે  કારણ કે બ્લીડિંગ શરીરમાં જામેલી ગંદગીને દૂર કરવાનો કામ પણ કરે છે. 
હવે ખબર કેવી રીતે પડશે કે પીરિયડ્સમાં રક્તસ્રાવ ઓછો થાય છે કે નહીં?
 
સામાન્ય સ્ત્રીમાં રક્તસ્રાવ 30 થી 40 મિલી હોઈ શકે છે અને એક પેડ લોહીના 5 મિલી ગ્રહણ કરવાની ક્ષમતા હોય છે. આ સ્થિતિમાં 7 થી 8 પેડનો ઉપયોગ થવા જોઈએ. જો તેનાથી ઓછી બ્લીડિંગ કે રક્તસ્ત્રાવ થઈ  રહી છે તો તેને ખુલીને પીરિયડસ ન આવવુ જ ગણાશે જેમ- 
- બે કે તેનાથી ઓછા દિવસ બ્લીડિંગ થવી 
- બ્લ્ડ ક્લૉટ એટલે કે લોહીની ગઠ્ઠો જેવા હોય છે. 
- એક મહીના યોગ્ય અને આવતા મહિને ઓછા રક્તસ્રાવ એ આનું લક્ષણ છે.
આવુ થવાના શું કારણ છે 
આમ તો આવુ મોટી ઉમ્રની મહિલાઓની સાથે આવું જ થાય છે, જે વધતી જતી વયની નિશાની છે, પરંતુ જો આ સમસ્યાઓ ઉમરથી પહેલા જ આ સમસ્યાઓ થઈ રહી છે તો સમસ્યા ઘણા પ્રકારની હોઈ શકે છે જેમ 
 
વધારે વજન અને ખોટી ડાઈટ 
જો તમારું વજન વધારે છે અને ખાન-પાન તો બન્ને જ સ્થિતિમાં તમને પીરિયડસ ખુલીને નહી આવશે. કારણકે તેમાથી હાર્મોંસ ગડબડ થઈ જાય છે. લોહીના અભાવને કારણે પીરિયડ્સમાં લોહી નીકળતું નથી.
 
બ્રેસ્ડ ફીડીંગ કરાવતી મહિલાઓને
સ્તનપાન કરાવતી સ્ત્રીઓને આ સમસ્યાનો સામનો કરવું પડે છે. કારણ કે દૂધ બનાવતા હાર્મોંસ ઓવ્યુલેશનને આગળ વધારી નાખે છે.  જ્યારે ઓવ્યુલેશન આગળ વધે છે તો પીરિયડસ પણ મોડેથી આવે છે અને લાઈટ પણ થઈ જાય છે. 
 
તણાવ અને વ્યાયામ
તણાવમાં રહેતી મહિલાઓને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કારણ કે મગજ પીરિયડ્સ સાથે સંકળાયેલા હોર્મોન્સને અસર કરે છે, જે સ્ત્રીઓ વધારે કસરત કરે છે તેમને પણ આ સમસ્યા હોય છે.
- બર્થ કંટ્રોલ પિલ્સ (
જન્મ નિયંત્રણની ગોળીઓ) લેવાથી, ઇંડા ઓવ્યુલેશનની પ્રક્રિયામાં બનતા નથી, ગર્ભાશયની આજુબાજુ એક જાડી પરત બની જાય છે. પી.સી.ઓ. ડી અને પીસીઓએસ રોગથી પીડિત મહિલાની પીરિયડસ 
અનિયમિત થઈ જાય છે.
 
જો તમને છેલ્લા 3 મહિનાથી સતત આ સમસ્યા છે ,,,, પીરિયડ મોડો આવે છે, અથવા લોહીના રંગમાં કોઈ ફેરફાર થાય છે, તો તે નિશ્ચિતરૂપે સ્ત્રી રોગચિકિત્સકને બતાવો.
 ઉપરાંત, આ ઘરેલું ઉપાય તમારા માટે ખૂબ ઉપયોગી થશે.
 
1. જો તમને માસિક સ્રાવ ન હોય તો તજ પાવડરને પાણીમાં ઉકાળો અને તેને ગાળી લો અને દિવસમાં બે વાર પીવો. તજ પાઉડર ગરમ દૂધ અને ચા સાથે પણ સેવન કરી શકાય છે..
 
2. ગાજરમાં વિટામિન A હોય છે જે પીરિયડ્સને ઉત્તેજિત કરે છે. ગાજરનો કચુંબર અથવા રસ જરૂરે પીવો. 
3. અશોકના ઝાડની 90 ગ્રામ છાલને 30 મિલી પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળો અને તેને ગાળીને દરરોજ દિવસમાં બે કે ત્રણ વાર પીવું. 
4. દરરોજ 200 ગ્રામ કાચા પપૈયા ખાઓ. તેનાથી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થશે જેથી પીરીયડસ સમયસર અને ખુલીને આવશે. 
5.  મહિલાઓએ દરરોજ ઓમેગા  3 ફેટી એસિડ્સનું સેવન કરવું જોઈએ. આ માટે તમે અળસી, અખરોટ, સૉલ્મોન માછલી ખાવું. તમારા ડૉક્ટરની સલાહથી ઓમેગા -3 ફેટી એસિડ કેપ્સ્યુલ્સ લો.