રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (06:40 IST)

High Protein Foods : ઈંડા નથી ખાતા તો આ 5 હાઈ પ્રોટીન ફુડ્સને ડાયેટમા કરો સામેલ

શરીરને કોષોને રિપેરિંગ માટે અને નવા કોષો બનાવવા માટે પ્રોટીનની જરૂર છે. આ સિવાય પ્રોટીનને શરીરના ઉર્જા સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે. પ્રોટીનનો અભાવને કારણે ત્વચા ફાટી જવી અને વાળ ખરવા જેવી પરેશાનીઓ થઈ શકે છે. આ સિવાય પ્રોટીનની ખૂબ મહત્વની ભૂમિકા છે.  સામાન્ય રીતે શરીરમાં પ્રોટીનની કમી દૂર કરવા માટે ઇંડા, માછલી, ડેરી ઉત્પાદનો વગેરે લેવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આ વસ્તુઓ હાઈ પ્રોટીન ફુડ્સની શ્રેણીમાં આવે છે. પરંતુ જો તમને ડેરી ઉત્પાદનો ઓછા ભાવે છે અને તમે શાકાહારી છો તો  તમે શરીરમાં પ્રોટીનની જરૂરિયાતને  કેવી રીતે પૂરી કરશો?  આવો આજે અમે તમને બતાવીશુ 5 એવા હાઈ પ્રોટીન ફુડ વિશે જેને તમારા ડાયેટમાં સામેલ કરવાથી તમારા શરીરમાં પ્રોટીનની કમી ક્યારેય નહીં રહે
.
1. સોયાબીન - સોયાબીનમાં લગભગ 46 ટકા પ્રોટીન હોય છે. સાથે જ તેમા ફાઈબર, મિનરલ્સ, વિટામિન બી કૉમ્પ્લેક્સ, વિટામિન એ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ વગેરે પોષક તત્વો જોવા મળે છે. તેને તમારા ડાયેટમાં સામેલ કરવાથી પ્રોટીનની કમી દૂર કરવા ઉપરાંત પોષક તત્વોની કમીને પણ પુરી કરે છે. તેમા રહેલા અનસૈચુરેટેડ ફેટ્સ બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટે ડિજીજનુ જોખમ ઓછુ રહે છે. સાથે જ આ ઓસ્ટિયોપોરોસિસના જોખમને ઘટાડે છે. 
 
2. દાળ - જો શરીરમાં પ્રોટીનના યોગ્ય સ્તરને કાયમ રાખવુ છે તો દરેક વ્યક્તિએ રોજ ડાયેટમાં દાળ જરૂર લેવી જોઈએ. એક વાડકી દાળમાં લગભગ 18 ગ્રામ પ્રોટીન હોય છે. દાળને અનેક પ્રકારના ડાયેટમાં સામેલ કરી શકાય છે. 
3. બદામ - અડધા કપ બદામમાં લગભગ 17 ગ્રામ પ્રોટીન હોય છે. સાથે જ તેમા મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયરન જેવા પોષક તત્વો જોવા મળે છે, જે શરીરને એનર્જી આપવા સાથે પ્રોટીનને બૂસ્ટ કરવાનુ કામ કરે છે.  બદામ તમારી સ્કિન, મગજ અને વાળ ઉપરાંત શરીર માટે અનેક રીતે લાભકારી છે. તમે બદામને પલાળીને પણ ખાઈ શકો છો અથવા આમંડ બટરનુ પણ સેવન કરી શકો છો. 
 
4. ટોફુ - જો તમે ડેયરી પ્રોડક્ટ પસંદ નથી કરતા તો ટોફૂ દ્વારા શરીરમાં પ્રોટીનની કમી દૂર કરી શકો છો. ટોફૂ એક પ્રકારનુ પનીર છે, જે સોયા મિલ્ક દ્વારા તૈયાર થાય છે. આ ખૂબ સોફ્ટ અને ક્રીમી હોય છે. 90 ગ્રામ ટોફૂમાંથી લગભગ 10 ગ્રામ પ્રોટીન મળી શકે છે. આ ઉપરાંત તમે સોયા મિલ્ક દ્વારા પણ પ્રોટીનની કમી પુરી કરી શકો છો. 
 
5. મગફળી - 100 ગ્રામ મગફળીમાં લગભગ 26 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. મગફળીને અનેક રીતે તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. આ ખૂબ ગુણકારી હોય છે. તમે તમારા સ્નેક્સના રૂપમાં પણ તે ખાઈ શકો છો. કે પછી ખાવાની વસ્તુઓમાં નાખીને તેનુ સેવન કરી શકો છો. ગરમીમાં મગફળીને બદામની જેમ પલાળીને ખાઈ શકાય છે. સાથે જ તમે પીનટ બટરનુ પણ સેવન કરી શકો છો.