1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (15:00 IST)

આરોગ્ય સલાહ - કઢી લીમડામાં છે અનેક ઔષધીય ગુણ

કઢી લીમડામાં અનેક ઔષધીય ગુણ જોવા મળે છે. આ ખાવાનો સ્વાદ અને ખુશ્બુ બંને વધારે છે.  અનેક લોકો કઢી લીમડાનો  ઉપયોગ કરે તો છે પણ તેની ખૂબીયો વિશે નથી જાણતા. તેમા પ્રોટીન, બીટા કૈરોટીન, આયરન, ઝિંક અને કૉપર ખૂબ પ્રમાણમાં જોવા મળે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી સાબિત થય છે.  આજે અમે તમને કઢી લીમડાના કેટલાક એવા ફાયદા વિશે બતાવીશુ જેને તમે રોજ સેવન કરવા મજબૂર થઈ જશો. 
1. લીવર - કઢી લીમડામાં વિટામિન એ અને સી હોય છે જે લીવરને ઠીક કરવામાં મદદરૂપ સાબિત થાય છે. 
 
2. ત્વચા સંક્રમણ - કઢી લીમડામાં એંટી ઓક્સિડેંટ, એંટી બેક્ટેરિયલ અને એંટી ફંગલ ગુણ રહેલા હોય છે. જે ત્વચા માટે ખૂબ લાભકારી હોય છે. જો ત્વચામાં કોઈપણ પ્રકારનુ સંક્રમણ થઈ જાય તો કઢી લીમડાના પાન તેને દૂર કરવામાં ખૂબ સહાયક છે. 
 
3. વાળને લાંબા કરો 
તેમાં એવા અનેક પોષક તત્વ હોય છે જે વાળને લાંબા કરવામાં મદદ કરે છે. ડૈંડ્રફ જેવી સમસ્યાઓને પણ હટાવે છે અને વાળને જલ્દી સફેદ પણ થવા દેતા નથી. 
 
4. બ્લડ શુગર - કઢી લીમડામાં એંટી ડાયાબિટીક એજેટ હોય છે જે શરીરમાં બ્લડ શુગર લેવલને ઓછુ કરે છે. આ ઉપરાંત તેમા ફાઈબર પણ ભરપૂર માત્રામંજોવા મળે છે. જે ડાયાબિટિસ જેવા દર્દીઓ માટે ખૂબ લાભકારી સાબિત થાય છે. 
 
5. દિલની સમસ્યા - કઢી લીમડાનું સેવન કરવાથી દિલ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ ખતમ થવા માંડે છે. આ કોલેસ્ટ્રોલ લેવલના સ્તરને પણ ઓછુ કરે છે 
 
અને બ્લડમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે.