બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 22 મે 2024 (14:20 IST)

Summer Health Hacks : ગુજરાતમાં લૂ નો પ્રકોપ, આ 5 સહેલા ઉપાયથી આ ગરમીમાં ખુદને રાખો સુરક્ષિત

avoid heat stroke
avoid heat stroke
 
Health Tips for Today : ભારતીય હવામાન વિભાગ (IMD) એ હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડ સહિત દેશના ઘણા ભાગોમાં નવી હીટવેવ ચેતવણી જારી કરી છે. આજથી એટલે કે 21 મેથી આ રાજ્યોમાં હીટવેવનો પ્રકોપ જોવા મળશે. આ હીટવેવ એલર્ટ સાથે, તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
 
લૂ થી બચવાના કેટલાક સહેલા ઉપાય -  Some easy ways to avoid heat stroke
 
હીટવેવ દરમિયાન હાઈડ્રોજન ખૂબ મહત્વપૂર્ણ : Hydration is very important during a heatwave
આખા દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું ધ્યાન રાખો. દરરોજ 8-10 ગ્લાસ પાણી અથવા લગભગ 2 લિટર પાણી પીવું જરૂરી છે, અને જો તમને ઘણો પરસેવો થતો હોય તો પાણીની માત્રા વધારવી જોઈએ.  લૂ થી  બચવા અને તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે આ ઉપાય ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, નિયમિત પાણી પીતા રહો.
 
ત્વચા અને વાળની દેખરેખ -  Skin and Hair Care
બહાર નીકળતા પહેલા SPF 30 કે તેનાથી વધુનુ સનસ્ક્રીન લગાવો. સાથે જ તમારી ત્વચાને હાઈડ્રેટેડ રાખવા માટે હળવુ, તેલ રહિત મોઈસ્ચરાઈરનો ઉપયોગ કરો.  ગરમીની વધતી જતી અસરને કારણે માત્ર આપણી ત્વચાને જ નહીં પરંતુ વાળને પણ વધારાની કાળજી લેવાની જરૂર છે. વધુ પડતા પરસેવાથી વાળ સુકા અને દુર્ગંધયુક્ત થઈ શકે છે. આને ટાળવા માટે, દર બીજા દિવસે વાળ ધોવાનો પ્રયાસ કરો. બહાર જતી વખતે ટોપી પહેરો અથવા સ્કાર્ફ બાંધો.
 
ઠંડો શાવર લો : Taking a cold shower
ઠંડો શાવર લેવો તમારા શરીર માટે ખૂબ જ તાજગી આપનારો અને લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ તમારા શરીરનુ તાપમાન ઓછુ કરવામાં મદદ કરે છે. ગરમી દરમિયાન ઠંડુ શાવર રાહત આપવા ઉપરાંત આ તમને ફ્રેશ પણ રાખે છે.  હીટવેવના સમયે ઠંડુ શાવર લેવુ તમારા સ્વાસ્થ્ય માટે સરળ અને પ્રભાવશાળી ઉપાય છે.  આને તમારા દિનચર્યામાં સામેલ કરો અને ગરમીથી ખુદનો બચાવ કરો. 
 
 
હળવો ખોરાક લો : Keep meals light
ઉનાળામાં તમારું ભોજન સુપાચ્ય રાખવું મહત્વપૂર્ણ છે જેથી કરીને તમને અસ્વસ્થતા, શરીર ફુલી જવુ  અથવા ડિહાઇડ્રેટેડ ન  થાય. વધુ ચરબીવાળા, તળેલા અને મસાલેદાર ખોરાક તેમજ કેફીન અને વાયુયુક્ત પીણાં ટાળો. તેના બદલે તમારા આહારમાં દહીં, તરબૂચ, કાકડી અને લીંબુ જેવા ખોરાકનો સમાવેશ કરો. આ તમને તાજગી અને ઉર્જા આપશે અને ઉનાળાની ગરમીથી પણ બચાવશે. હળવો ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારું છે.
 
ગરમીની ઋતુમાં કસરત -  Exercise in summer season
કસરત દરેક ઋતુમાં મહત્વપૂર્ણ છે કારણ કે એ આપણને એક્ટિવ રાખે છે અને પ્રેરિત કરે છે.  ઉનાળામાં ઉચ્ચ તીવ્રતાની કસરત ટાળવી વધુ સારું છે. તેના બદલે, સ્વિમિંગ, એક્વા યોગ અથવા ઇન્ડોર સ્પોર્ટ્સ જેવી પ્રવૃત્તિઓ પસંદ કરો. આ તમને ઠંડક તો રાખશે જ સાથે સાથે સ્વસ્થ પણ રહેશે. ઉનાળામાં યોગ્ય પ્રકારની કસરત પસંદ કરીને તમે તમારું સ્વાસ્થ્ય જાળવી શકો છો અને ગરમીની અસરથી બચી શકો છો.
 
સાવધાનીના ઉપય ઉપરાંત, હીટવેવ-સંબંધિત બીમારીઓના લક્ષણો પર ધ્યાન આપવું પણ જરૂરી છે. જેમા બેહોશી,  ચીડિયાપણું, માથાનો દુખાવો, અતિશય પરસેવો, નબળાઇ અથવા ચક્કર, ઝડપી શ્વાસ, ઉબકા અને ઉલ્ટીનો સમાવેશ થાય છે. આ લક્ષણોને ઓળખીને સમયસર સારવાર લેવી જરૂરી છે. હીટવેવ દરમિયાન સાવચેત રહેવું અને તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી એ તમારી અને તમારા પ્રિયજનોની સલામતી માટે મહત્વપૂર્ણ છે. તમારા સ્વાસ્થ્યની કાળજી લો અને કોઈપણ અસામાન્ય લક્ષણો પર તાત્કાલિક પગલાં લો.