Bikaner Horrific Road Accident - સવાર સવારે ભીષણ માર્ગ અકસ્માત, પરિવારના 5 લોકોને કાળ ભરખ્યો
Bikaner Horrific Road Accident
Bikaner Horrific Road Accident : બીકાનેરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આજે સવાર સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો. ભારત માલા રોડ પર સ્કોર્પિયો (SUV) અને ટ્રક વચ્ચે ટક્કર થવાથી 5 લોકોના મોત થઈ ગયા. એવુ બતાવાય રહ્યુ છે કે આ બધા એક જ પરિવારના સભ્ય છે. બીકાનેરથી પસાર થનારો ભારત માલા રોડ પર એક મોટો માર્ગ અકસ્માત થયો. ભારત માલા રોડ પર ગુજરાત નંબરની સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે અકસ્માત થવાથી પાચ લોકોના મોત થઈ ગયા. દુર્ઘટના એટલી ખતરનાક હતી કે 5 સભ્યોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા. પ્રત્યક્ષ જોનારા મુજબ દુર્ઘટનામાં સ્કોર્પિયો ચકનાચુર થઈ ગઈ. આ દુર્ઘટનામાં બે મહિલાઓ, બે પુરૂષ અને એક 18 મહિનાની બાળકીનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ મૃતકો ગુજરાતના એક ડોક્ટર પરિવારના સભ્યો છે. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ નોખા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે પોલીસ કારને કાપી રહી છે.
સ્કોર્પિયો કબાડમાં ફેરવાઈ ગયુ.
બીકાનેર જીલ્લાની નોખા પોલીસે જણાવ્યુ કે બધા લોકો ગંગાનગરથી થતા ગુજરાત જઈ રહ્યા હતા. સ્કોર્પિયો ભારત માળા રોડ પર ઝડપી ગતિમાં હતી. શક્યત ચાલકને ઉંઘ આવવાથી ઝપકી આવી અને ગાડી આગળ ચાલી રહેલ ટ્રકમાં જઈને ઘુસી. કારને ટ્રકથી અલગ કરવામાં ક્રેનની મદદ લેવી પડી. ટ્રક ચાલકે જ પોલીસને આ માહિતી આપી. પોલીસે જણાવ્યુ કે ટક્કર એટલી જોરથી થઈ કે સ્કોર્પિયો ભંગારમાં ફેરવાઈ ગઈ.
પાંચ મૃતકના નામ
સૂત્રોના જણાવ્યા મુજબ સ્કોર્પિયોમાં સવાર ગુજરાતના ડો. પ્રતિક, તેમની પત્ની હેતલ, ગુજરાતના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ડો. પૂજા, તેમના પતિ અને પ્રતિક અને હેતલની 18 મહિનાની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.