ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

માથાના દુખાવાથી પરેશાન છો તો અજમાવો આ ઘરેલૂ સમાધાન

Home remedies for headache
વધારે મોડે સુધી કામ કરવાથી, તનાવ, તડકામાં રહેવાથી વધારે દોડધામ- કરવાથી માથાના દુખાવાની શિકાયત થવું સામાન્ય વાત છે. પણ જો સમસ્યા વધારે મોડે સુધી રહે છે તો ખતરનાક પણ છે. જો તમે પણ તેજ માથાના દુખાવાથી પરેશાન રહો છો તો તેનો કારગર સમાધાન 
 
પાલક 
પાલકનો સેવન બ્લ્ડ પ્રેશર ઓછું કરવામાં મદદગાર છે. આ હેંગઓવર પણ દૂર કરે છે તેમાં રહેલ વિટામિન B2 માથાના દુખાવાની સમસ્યા પણ નહી થવા દેતી. તમે સૂપ, શાક, શોરબા કોઈ પણ રૂપમાં તેનો સેવન કરી શકો છો. 
 
બદામ 
બદામમાં રહેલ મેગ્નીશિયમ રક્ત કોશિકાઓને આરામ આપે છે જેનાથી માથાનો દુખાવો નહી હોય છે. 4-5 બદામ તમે દરરોજ ખાવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 
 
કેળા જે વસ્તુઓમાં વિટામિન Bની માત્રા વધારે હોય છે. તેના સેવનથી માથાના દુખાવામાં આરામ મળે છે. તેમાંથી એક છે કેળા. આ માથામાં થતા ભયંકર દુખાવોને ઓછું કરે છે. 

બટાટા 
પાણીની ઉણપથી માથામાં દુખાવાની શકયતા વધારે હોય છે. માથના દુખાવા પર શેકેલું બટાટા ખાવું એક સરસ ઑપ્શન છે. બટાકામાં 75 ટકા પાણીની માત્રા હોય છે. 
ફેટી ફિશ
ફેટી ફિશ ખાવાથી દિવસભર શરીરમાં એનર્જી રહે છે અને આ બ્લ્ડ શુગરને પણ નિયંત્રણમાં રાખે છે. તેમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડસ ખૂબ તેજ થતા માતહના દુખાવાને કંટ્રોલમાં રાખે છે. 
 
કૉફી
કૉફીમાં રહેલ કેફીન રક્ત કોશિકાઓને આરામ આપી માથાના દુખાવાની તકલીફને દૂર કરે છે. હેંગઓવર થતા એક કપ કૉફી પીવું ખૂબ ફાયદાકારી રહે છે. ધ્યાન રાખો કે દિવસભર કોફી પીવું માથાના દુખાવાનો ઉકેલ નહી.