હરસ જેને અંગ્રેજીમાં પાઈલ્સ કહે છે. હરસ બે પ્રકારની હોય છે. એક તો અંદરની બાજુ અને બીજી બહારની. અંદરના પાઈલ્સમાં મસો અંદરની તરફ થાય છે અને તે દેખાતો નથી. પણ બહારનો હરસ જે છે તેમા ગુદા બહારની તરફ હોય છે. જેને કારણે મળ ત્યાગતી વખતે લોહી નીકળે છે. આ ઉપરાંત મસ્સો ફૂલીને મોટો થઈ જાય છે અને તે ખૂબ દુખે છે. તેથી આજે અમે કેટલાક ઘરેલુ સારવાર લઈને આવ્યા છે જેનાથી હરસની સારવાર ઘરમાં સહેલાઈથી કરી શકાય છે. ALSO READ: માથાથી પગ સુધી શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય - 50 ગ્રામ મોટી ઈલાયચી તવા પર મુકીને તેને સળગાવી લો. ઠંડી થતા તેને વાટી લો અને રોજ સવારે 3 ગ્રામ ચૂરણ 15 દિવસ સુધી તાજા પાણી સાથે તેનુ સેવન કરો. - દૂધનુ તાજુ માખણ અને કાળા તલ બંનેને એક એક ગ્રામ મિક્સ કરીને ખાવાથી હરસમાં ફાયદો થાય છે. - હરસમાં છાશ અમૃત સમાન છે. તેથી રોજ છાશમાં સંચળ નાખીને તેનુ સેવન કરો. - ડુંગળીના નાના નાના ટુકડા કર્યા પછી તેને સુકાવી લો. સુકા ટુકડાને 10 ગ્રામ ઘી માં તળો. પછી 1 ગ્રામ તલ અને 20 ગ્રામ સાકર મિક્સ કરીને તેનુ સેવન કરો. હરસનો નાશ થાય છે. - સવાર સાંજ બકરીનુ દૂધ પીવાથી હરસમાંથી લોહી આવવુ બંધ થઈ જાય છે. - એક ચમચી આમળાનું ચૂરણ સવાર સાંજ મધ સાથે લેવાથી હરસમાં લાભ મળે છે. તેનાથી પેટના અન્ય રોગ પણ ખતમ થઈ જાય છે. - ગોળ સાથે હરડ ખાવાથી બવાસીરમાં ફાયદો થાય છે. આ ઉપરાંત મૂળાનુ નિયમિત સેવન કરવાથી બવાસીર ઠીક થાય છે. - લોહીવાળા હરસમાં લીંબૂને વચ્ચેથી કાપીને તેના પર ચાર ગ્રામ કાથો વાટીને ભભરાવી દો અને તેને રાત્રે અગાશી પર મુકી દો. સવારે બંને ટુકડાને ચૂસી લો. આ પ્રયોગ પાંચ દિવસ સુધી કરો. આ લોહિયાળ બવાસીરની ઉત્તમ દવા છે.