ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 4 મે 2024 (00:27 IST)

આ બીમારીઓમાં દવાનુ કામ કરે છે અર્જુનની છાલ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

arjun ni chhal
arjun ni chhal
આયુર્વેદમાં એવી અનેક જડી બુટી છે જે ખૂબ જ અસરદાર કામ કરે છે. તેમાથી એક છે અર્જુનની છાલ. આ ઝાડની છાલ ખાસ કરીને શુગર અને હાઈ બ્લડ પ્રેશરના દર્દી  માટે લાભકારી માનવામાં આવે છે.  અર્જુનને છાલમાં અનેક પોષક તત્વ અને ફાઈટોકેમિકલ્સ હોય છે જે તેને અનેક  હર્બલ ઉપચારમાં મહત્વનુ બનાવે છે.  અર્જુન છાલમાં ફ્લેવોનોઈડ્સ,  ટૈનિન, ટ્રાઈટરપેનોઈડ્સ અને સૈનોનિંસ જેવા ફાઈટોકેમિકલ્સ જોવા મળે છે.  તેમા અનેક જરૂરી  યૌગિક હોય છે. જેને અર્જુનો લિક એસિડ, ગૈલિક એસિડ, એલાજિક એસિડ. આ બધા તત્વ અજ્રુનની છાલને એક અસરદાર ઔષધિ બનાવી દે છે.  જાણો કંઈ બીમારીઓમાં અર્જુનની છાલનો ઉપયોગ કરવામાં આવે છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. 
 
અર્જુનની છાલનો કેવી રીત કરવો ઉપયોગ ?
અર્જુનની છાલનો ઉપયોગ કરવા માટે તમારે તેનો પાવડર બનાવી લો. માર્કેટમાં પણ અર્જુનની છાલનો પાવડર મળે છે.  તમે લગભગ 10 મિલીગ્રામ અર્જુનની છાલનો પાવડર લો અને તેનુ સવાર સાંજ સેવન કરો. તમે ચા, દૂધ કે ફક્ત ગરમ પાણી સાથે સેવન કરી શકો છો. 

 કંઈ બીમારીમાં કામ આવે છે અર્જુનની છાલ  (Diseases in which arjun ki chhal is used for)
 
ડાયાબિટીઝ - અજ્રુનની છાલનો ઉપયોગ શુગરની આયુર્વેદિક દવાઓમાં કરવામાં આવે છે. તેમા એવા તત્વ જોવા મળે છે જે શરીરમાં શુગર લેવલને કંટ્રોલ કરે છે અને સોજાને ઘટાડે છે. અર્જુનની છાલ મેટાબોલિજ્મને ઝડપી બનાવવામાં મદદ કરે છે. ડાયાબિટીના દર્દીઓ તેનો ઉપયોગ કરી શકે છે. 
 
સાંધાના દુખાવામાં ફાયદાકારક- અર્જુનની છાલમાં ઘણા એવા ઘટકો  જોવા મળે છે જે બળતરા વિરોધી અસર દર્શાવે છે. જેના કારણે હ્રદયરોગ, ડાયાબિટીસ અને આર્થરાઈટીસ જેવા રોગો વધે છે. આવી સ્થિતિમાં અર્જુનની છાલ શરીરમાં સોજો ઓછો કરે છે અને સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.
 
હાઈ બ્લડ પ્રેશરમાં લાભઅકરી - અર્જુનની છાલનો ઉપયોગ દિલને સ્વસ્થ રાખવા અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે કરવામાં આવે છે. તેમા ફાઈટોકેમિકલ્સ ખાસ કરીને ટૈનિન હોય છે. જે કાર્ડિયોપ્રોટેક્ટિવ અસર બતાવે છે. તેનાથી ધમનીઓને પહોળી થવામાં મદદ મળે છે અને બ્લડ પ્રેશર ઓછુ થાય છે. કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં પણ અર્જુનની છાલ મદદ કરે છે. 
 
લૂઝમોશનમાં આરામ - ઝાડા હોય કે લુઝ મોશનની સમસ્યા થતા અર્જુનની છાલનો ઉપયોગ કરી શકાય છે. પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે અર્જુનની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા ટૈનિન જોવા મળે છે જે પાચન તંત્રમાં સોજોને ઓછો કરે છે અને લૂઝમોશન ઠીક કરવાનુ કામ કરે છે.