શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 3 મે 2024 (10:28 IST)

શુ તમને પણ ચશ્મા વગર સ્પષ્ટ દેખાતુ નથી ? તો રોજ કરો આ બીજનુ સેવન.. થોડાક જ સમયમાં જોવા મળશે અસર

pumpkin seed oil benefits
Pumpkin Seeds For Weak Eyes: કોળુ એક એવુ શાક છે જેને આરોગ્ય માટે ગુણોનો ખજાનો કહેવામાં આવે છે.  કોળાનો સામાન્ય રૂપે શીરો અને જ્યુસના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. પણ શુ તમે જાણો છો કે આ શાકના બ ઈજ આરોગ માટે પણ કોઈ વરદાનથી કમ નથી. કોળાના બીજને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કોણાના બીજ પ્રોટીન અને મેગ્નેશિયમ, આયરન, જિંક અને ફાઈબર જેવા જરૂરી વિટામિનનો પાવરહાઉસ છે. રોજ કોણાના બીજ ખાવાથી શરીરને અનેક લાભ મળી શકે છે. જી હા તમે એકદમ સાચુ સાંભળ્યુ. ખાલી પેટ કોણાના બીજનુ સેવન કરવાથી તમારા શરીરને ચમત્કારી લાભ મળી શકે છે.  કોળાના  બીજનુ સેવન આંખોની રોશની  વધારવામાં મદદગાર છે.   આજકાલ લોકોને આંખો સાથે જોડાયેલ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ આંખોની રોશની માટે કેવી રીતે કરશો કોળાનુ સેવન. 
 
 શું કોળાના બીજ આંખોની રોશની સુધારવામાં મદદરૂપ છે? (Is Pumpkin Seeds Increase Eyesight)
 
 
કોળાના બીજમાં રહેલુ વિટામિન A આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. વિટામિન A આંખો માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. કોળાના ફૂલનું સેવન કરવાથી આંખોની શુષ્કતાની સમસ્યાથી પણ બચી શકાય છે. એટલું જ નહીં, કોળું રાતાંધળાપણું જેવી સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે.
 
કોળાના બીજનુ સેવન કેવી રીતે કરવુ -  Ways To Consume Pumpkin Seeds
 
-  તમે  સૂકા શેકેલા કોળાના બીજ નાસ્તામાં લઈ શકો છો.
- તમે કોળાના કેટલાક બીજને વાટીને તમારા  તમારા સલાડ અને કરીમાં ઉમેરી શકો છો.
- તમારા કપકેકને કાચા/શેકેલા/કોળાના બીજથી ગાર્નિશ કરો.
-  ટ્રેલ મિક્સમાં કોળાના બીજ મિક્સ કરો.
- તમે તમારી સ્મૂધીમાં કોળાના બીજને બ્લેંડ કરી શકો છો.