બુધવાર, 3 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 15 ડિસેમ્બર 2019 (10:30 IST)

International Tea Day- આ છે ચા પીવાના 8 ફાયદા અને નુકશાન

International Tea Day- આ છે ચા પીવાના 8 ફાયદા અને નુકશાન
ચા પીવું દરેક કોઈ પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામના વચ્ચેમી ચા માણસને તાજા કરી નાખે છે. પણ શું તમે જાણો છો કે જ્યાં એક તરફ ચાના ઘણા ફાયદા છે. તેમજ બીજી તરફ તેના ઘણા નુકશાન પણ છે. જરૂરતથી વધારે ચા પીવું આરોગ્ય માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. 
 
આવો પહેલા જાણીએ છે ચા પીવાના ફાયદા 
- ચામાં કૈફીન અને ટૈનિન હોય છે જેનાથી શરીરમાં ફૂર્તિનો અનુભવ હોય છે. 
- ચામાં રહેલ અમીનો એસિડ મગજને વધારે અલર્ટ અને શાંત રાખે છે. 
- ચામાં એંટીજેન હોય છે જે એંટી બેક્ટીરિયલ ક્ષમતા આપે છે. 
- તેમા રહેલ એંટી ઓક્સીડેંટસ ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય રાખે છે અને ઘણા રોગોથી બચાવે છે. 
- ચા વૃદ્ધાવસ્થાની રફતારને ઓછું કરે છે અને શરીરને ઉમ્રની સાથે થતા નુકશાનથી બચાવે છે. 
- ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓને મજબૂત કરે છે અને દાંતમાં કીડા લાગવાથી પણ રોકે છે. 
- આટલું જ નહી પણ ઘણા શોધમાં આ વાત પણ સામે આવી છે કે ચા કેંસર, હાઈ કોલેસ્ટ્રોલ, એલર્જી લિવર અને દિલના રોગોમાં ફાયદાકારી ગણાય છે. 
 
હવે તમને જણાવીએ છે તેનાથી થતા નુકશાન વિશે 
- દિવસભરમાં ત્રણ કપથી વધારે ચા પીવાથી એસિડીટીની શિકાયત થઈ શકે છે. 
- તેમાં રહેલ કેફીનથી બ્લ્ડ પ્રેશર વધી શકે છે અને તેને પીવાથી ટેવ લાગી શકે છે. 
 
- વધારે ચા પીવાથી દિલના રોગ, ડાયબિટીજ અને વજન વધારવાની પણ શકયતા રહે છે. 
- પાચન ક્રિયાને નબળું બનાવે છે ચા. 
- દાંત પર પણ તેનો ખરાબ અસર પડે છે.