મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (09:03 IST)

રૂદ્રાક્ષ પહેરવાના આ નિયમ જાણવા જરૂરી છે નહી તો થશે ભારે નુકશાન

રૂદ્રાક્ષમાં ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે. તેનો મહિમા અને ચમત્કાર તેની શક્તિના વખાણ કરે છે.  પુરાણો મુજબ રૂદ્રાક્ષ શિવના આંસુઓથી બને છે. 
 
આ હિસાબથી પણ તેનુ મહત્વ વધુ વધી જાય છે. મોટાભાગે લોકો તેને ધારણ પણ કરે છે પણ તેને ધારણ કરવાના કેટલાક નિયમ છે.  જેને જો યોગ્ય રીતે કરવામાં આવે તો તેનો ખૂબ લાભ પહોંચે છે. 
 
રૂદ્રાક્ષ ધારણ કરતી વખતે એ અવશ્ય ધ્યાન રાખો કે તે કાંટાથી યુક્ત કે કીડા લાગેલુ ન હોય. આવા રૂદ્રાક્ષ ક્યારેય પણ ધારણ ન કરો. 
 
જો તણાવથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો તેના 100 દાણાની માળાને જાપના રૂપમાં પ્રયોગ કરવો જોઈએ. જો મનોકામના પૂરી કરવા માટે તેનો ઉપયોગ કરવા માંગો છો તો 140 દાણાની માળાનો જાપ કરો.  જ્યારે કે ધન પ્રાપ્તિ માટે તેની 62 માળાનો પ્રયોગ કરો. 
 
ધ્યાન રાખો કે જે પણ માળાથી તમે જાપ કરી રહ્યા છો તે ક્યારેય ધારણ ન કરો.  
 
રૂદ્રાક્ષને હંમેશા શુભ મુહૂર્તમાં જ ધારણ કરવી જોઈએ. હિન્દુ શાસ્ત્રો મુજબ પૂર્ણિમા અને મકર સંક્રાંતિના દિવસે રૂદ્રાક્ષ ધારણ કરવાથી સમસ્ત પાપોથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 
 
રૂદ્રાક્ષ ધારણ કરનારા વ્યક્તિએ માંસ-મદિરા, લસણ, ડુંગળી વગેરેનુ સેવન ન કરવુ જોઈએ. 
 
આવુ કરવાથી રૂદ્રાક્ષનો પ્રભાવ ઉલ્ટો થવા માંડે છે અને ભારે નુકશાન પણ થઈ શકે છે.  અહી સુહી કે આવુ કરનારો વ્યક્તિ ખુદને પાપનો ભાગી બનાવી લે છે.