શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (11:40 IST)

ઈમ્યુનિટી વધારવા માટે દરરોજ પીવો અજમાનો ઉકાળો, શરદી-ખાંસીનો ખતરો પણ ઓછું થશે

હેલ્દી ડાઈટ, વર્કઆઉટ અને સમપર સોવું કેટલીક એવી વસ્તુ છે જે તમારી ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દૈનિક ક્રિયાના સિવાય કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારી રોગ પ્રતિરોધાક ક્ષમતાને મજબૂત બનાવીને તમને રોગોથી બચાવે છે. આજે અમે તમને એવું કારગર ઉપાય જણાવી રહ્યા છે જેનાથી તમે ફ્લૂને 4-5 દિવસમાં સરળતાથી ઠીક કરી શકે છે. તેનાથી તમારી ઈમ્યુનિટી પણ મજબૂત થશે. 
 
ગુણોથી ભરેલી અજમા 
અજમામાં ઘણા  પોષક તત્વ હોય છે જે શરીરને હેલ્દી અને ફિટ રાખવમાં મદદ કરે છે. અજમામાં એંટી ઈંફ્લેમેંટ્રી, એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલ ગુણ હોય છે. જે શરદી-ખાંસી ઉઘરસ માટે ફાયદાકારી છે. 
 
સામગ્રી
1/2 ચમચી અજમા 
5 તુલસીના પાન 
1/2 ચમચી કાળી મરી પાઉડર 
1 મોટી ચમચી મધ 
આ રીતે બનાવો 
એક પેન લો અને તેમાં 1 ગિલાસ પાણી, અજમા, કાળી મરી પાઉડર અને તુલસીના પાન નાખો. પાણીને 5 મિનિટ સુધી ઉકળવા દો. ગેસને બંદ કરી નાખો. તેમાં મધ મિક્સ કરવાથી પહેલા થોડીવાર ઠંડુ થવા દો. ઉકાળો સારી મિક્સ કરો અને તેને પી લો. 
 
તેના ફાયદા 
અજમા ગુણોથી ભરેલી છે. તેમાં જ્યારે કાળી મરી, તુલસીના પાન, મધ નાખી ઉકાળો બનાવીએ છે તો તેના ગુણ વધુ વધી જાય છે. ફ્લૂથી છુટકારો અપાવવાની સાથે અજમાનો ઉકાળો આ પરેશાનીઓથી પણ મુક્તિ અપાવે છે. 
પેટના રોગોથી છુટ્કારો 
શરદી-ખાંસી ઉઘરસમાં રાહત 
મસૂડાના સોજા 
પીરિયડના દુખાથી છુટકારો 
ખીલથી છુટકારો