રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 8 માર્ચ 2024 (06:04 IST)

ભગવાન શિવને ચઢાવવામાં આવતું 'બીલીપત્ર' ગુણોની છે ખાણ, જાણો સ્વાસ્થ્ય માટે કેટલા લાભકારી ?

બીલીપત્ર માં એવા ઘણા ગુણો જોવા મળે છે જે આપણા શરીરને સ્વસ્થ બનાવે છે. તેથી, નિયમિતપણે ખાલી પેટે બીલીપત્ર નું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
 
હિંદુ અને સનાતન ધર્મમાં બીલીપત્રને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભોલેનાથની પૂજા બીલીપત્ર વિના અધૂરી માનવામાં આવે છે. પરંતુ ભગવાન ભોલેને ચઢાવવામાં આવેલ આ પાન તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર, બીલીપત્રમાં એવા ઘણા ગુણ હોય છે જે આપણા શરીરને સ્વસ્થ અને ફિટ બનાવે છે. ચાલો જાણીએ તમારા સ્વાસ્થ્ય માટે બીલીપત્ર નો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
 
બીલીપત્રમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે
બીલીપત્રમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, રિબોફ્લેવિન, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર, વિટામિન બી1, બી6, બી12 વગેરે જેવી જરૂરી વસ્તુઓ હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
 
આ સમસ્યાઓમાં છે અસરકારક  
ઈમ્યુંનીટીને મજબૂત બનાવોઃ જો તમારી ઈમ્યુનીટી કમજોર છે તો તમારે બીલીપત્રનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી તમારી ઈમ્યુંનીટી મજબૂત બને છે.
 
કબજિયાત દૂર કરવામાં મદદરૂપઃ કબજિયાતથી પીડાતા લોકોએ તેમના આહારમાં બીલીપત્રનો સમાવેશ કરવો જોઈએ. બીલીપત્ર પર થોડું મીઠું અને કાળા મરી લગાવો અને પછી ખાવ. તેનાથી તમને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળશે. એવું કહેવાય છે કે તે આંતરડામાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે.
 
પાચન શક્તિ વધારે  : બીલીપત્ર પેટ સંબંધિત બીમારીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને પેટનું ફૂલવું, ગેસ અને અપચો માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. તેના સેવનથી પાચન શક્તિ પણ મજબૂત બને છે. બીલીપત્ર ખાવાથી પેટ સાફ થાય છે. તેમાં રહેલ લેક્સેટિવની અસર તમારા ડાયજેસ્ટીવ સિસ્ટમને મજબૂત બનાવે છે.