1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 19 મે 2021 (14:43 IST)

તમે જે માસ્ક પહેરો છો તેનાથી થઈ શકે છે એલર્જી કેવી રીતે મેળવીએ તેનાથી છુટકારો

કોરોનાથી બચાવ માટે પહેરાતા માસ્ક ઘણી વાર ગંભીર ત્વચા સંક્રમણ પણ આપી શકે છે તેના પર વિશેષજ્ઞ પણ સહમત છે. કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે અત્યારે તેની કોઈ પાકી દવા નહી મળી 
શકી અને વેક્સીન પણ પૂરતી નથી. તેથી માસ્ક લગાવવું અને ફિજિકલ ડિસ્ટેંસિંગને બચાવની રીત માની રહ્યુ છે . માસ્ક લગાવવુ ખતરાને ઘણી હદ સુધી ઓછુ કરે છે પણ તેનાથી ઘણા પ્રકારની એલર્જી પણ થઈ 
રહી છે. 
 
વૈજ્ઞાનિકોનો  કહ્યુ કે કોરોનાથી બચાવ માટે પહેરાતા માસ્ક ઘણા પ્રકારના એલર્જી પેદા કરનાર તત્વ હોય છે. જે ત્વચાના સંક્રમણ પેદા કરે છે. આવા લોકોની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે જેને પહેલાથી સ્કિનની 
કોઈ સમસ્યા હોય. 
 
ચર્મ રોગ વિશેષજ્ઞ માની રહ્યા છે કે સમસ્યાઓ અને ખાસ કરીને ચહેરા પર થતી સમસ્યાઓ આ વર્ષ તીવ્રતાથી વધી છે જેના સૌથી મુખ્ય કારણ છે માસ્કમાં થતા એલર્જેન માસ્કની ઈલાસ્ટિકના કારણે પણ ત્વચામાં 
સમસ્યા હોય છે. આ કારણે ડાક્ટર એવા માસ્ક પહેરવા કહી રહ્યા છે જેમાં ઈલાસ્ટિક કે રબરનો કોઈ ભાગ ન હોય. સાથે જ સાથે સિંથેટિક માસ્કની જગ્યા સૂતર કપડાના બનેલા વગર કોઈ ડાઈના તૈયાર માસ્ક 
પહેરવો એલર્જીથી બચાવી શકાય છે. તે પછી પણ જો કોઈને માસ્કના કારણે એલર્જી થઈ જાય તો તેને ઈમ્યુસપ્રેસેંટ ખાવાની જરૂર પડી શકે છે. તેનાથી પહેલા પણ માસ્કના કારણે એલર્જીના કેસ જોવાયા. આ સ્ટડીમાં જોવાયુ કે ઘણા લોકોને  લેટેક્સથી એલર્જી હોય છે. તેથી જ્યારે તે લેટેક્સથી બનેલા માસ્ક પહેરે છે તો તરત કોઈ ન કોઈ સમસ્યા થઈ જાય છે. જણાવીએ કે ઈલાસ્ટિક બનાવવા માટે લેટેક્સનો ઉપયોગ હોય છે. પણ લેટેક્સ માટે સંવેદનશીલ લોકોને ઈલાસ્ટિકવાળો માસ્ક ન પહેરવાની સલાહ અપાય છે. 
 
માસ્ક પહેરતા તમે કોઈ ભાગ માટે સંવેદનશીલ છે. તેની ખબર લગાવવુ સરળ છે. માસ્ક પહેરવાના 10 થી 15 મિનિટની અંદર જો તમને ચેહરા પર બળતરા, ઈચીંગ કે પછી ખંજવાળ થવા લાગે તો તમે તેના માટે 
કોઈ મટેરિયલ સંવેદનશીલ છે.  આ સ્થિતિમાં સૂતી માસ્ક પહેરવુ જ સુરક્ષિત રહેશે. સાથે જ માસ્ક પહેરતા આ ધ્યાન રાખવુ જોઈએ કે તે સાફ હોય નહી રો પ્રદૂષિત તત્વ નાકથી થતા સીધા શ્વાસમાં જઈને બીમાર 
કરી શકે છે.  આમ તો ઘણી મેડિકલ કંડીશન એવી છે જેમાં માસ્ક પહેરવુ મુશ્કેલ હોય છે. ઘણીવાર અસ્થમા દર્દીઓને પણ માસ્ક પહેરવાથી પરેશાની હોય છે. આ વિશે Asthma and Allergy Foundation of America (AAFA ના સભ્ય કહે છે કે જો કોઈને અસ્થમાની હળવી સમસ્યા છે તો તેના માટે આ કોઈ મુશ્કેલ નહી પણ ગંભીર લક્ષણવાળા લોકો માટે આ જરૂરી સમસ્યા છે. તેથી માસ્ક ન પહેરતા અસ્થમા દર્દીઓને બહાર ન નિકળવુ જ યોગ્ય છે. જેને હળવા અસ્થમાની શિકાયત હોય તો તે કૉટન માસ્ક પહેરે અને તેણે ધૂલ-ધુમાડાથી બચાવી રાખે. 
 
જો કોઈ ક્રાનિક પલ્મોનરીનો શિકાર ઝોય કે પછી બ્રાંકાઈટિસ હોય ત્યારે પણ માસ્ક પહેરવુ ખૂબ મુશ્કેલી આપી શકે છે. પણ તે પછી ડાક્તરોનો કહેવુ છે કે કાં તો બહાર ન નિકળવો જોઈએ જે નિકળો તો દરેક સ્થિતિમાં માસ્ક હોવો જોઈએ. કારણકે બન્ને તકલીફ સીધા લંગ્સથી સંકળાયેલી છે તેથી કોરોનાનો હળવુ સંક્રમણ પણ આ પ્રકારના દર્દીની જીવને ખતરામાં નાખી શકે છે.