બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 1 જૂન 2020 (11:57 IST)

National Milk Day 2020: ગાય અને ભેંસના દૂધમાં પોષક તત્વોની ભરમાર, જાણો શુ છે દૂધના ફાયદા

શ્વેત ક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિવસના અવસર પર દર વર્ષે દેશમાં 26 નવેમ્બરના રોજ નેશનલ મિલ્ક ડે (રાષ્ટ્રીય દૂધ દિવસ) ઉજવાય છે. વર્ગીઝ કુરિયનનો જન્મ કેરલના કૉઝિકોડમાં 26  નવેમ્બર 1921ના રોજ થયો હતો. કુરિયનને ભારતના મિલ્કમેન પણ કહેવાય છે.  કુરિયનના નેતૃત્વમા6 જ ભારતને દૂધ ઉત્પાદમાં આત્મનિર્ભર બનવાની દિશામાં કામ શરૂ કર્યુ હતુ અને આજે ભારતનુ નામ દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં અગ્રણી દેશો સાથે જોડાય છે.  નેશનલ મિલ્ક ડેના અવસર પર દૂધના ફાયદા પર પણ ચર્ચા થવી જોઈએ.  દૂધ એક સંપૂર્ણ આહાર છે. જેમા કેલ્શિયમ, સોડિયમ,  પ્રોટિન,  વિટામિન (એ,  કે અને બી 12) ,  વસા,  અમીનો એસિડ,  ફાઈબર,  એંટી ઓક્સીડેંટ અને અન્ય મહત્વના પોષક તત્વનો સમાવેશ છે. જે શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે.  મોટેભાગે પોષણની ખાન દૂધને એક એક પૂર્ણ ભોજનના રૂપમાં માનવામા આવે છે. 
 
દૂધ પીવાથી સારી ઉંઘ અને આરોગ્યમાં સુધાર -  રાત્રે એક ગ્લાસ દૂધ પીવાથી સારી ઉંઘ આવે છે. સવારે મૂડ પણ સારો રહે છે અને સ્વાસ્થ્યમાં સુધાર પણ થાય છે. દૂધ અને ડેયરી ઉત્પાદોમાં ટ્રિપ્ટોફૈન, એક એમિનો એસિડ હોય છે. જે ઉંઘને વધારવામાં  મદદ કરી શકે છે. ટ્રિપ્ટોફૈનમાં સુખદાયક અને મનને શાંત કરનારો પ્રભાવ હોય હ્ચે. જે આપણી ઉંઘમાં સહાયક છે. દૂધમાં મેલાટોનિન પણ હોય છે. એક હાર્મોન જે એક ન્યૂરોટ્રાંસમીટરના રૂપમાં કાર્ય કરે છે અને ઉંઘની પેટર્નને યોગ્ય રીતે કંટ્રોલ કરવામાં  સહાયક હોય છે.  જે આપણી ઉંઘમાં સહાયક છે. દૂધમાં મેલાટોનિન પણ હોય છે.  એક હાર્મોન જે એક ન્યૂરોટ્રાસમીટના રૂપમાં કાર્ય કરે છે અને ઉંઘના પેટર્નને યોગ્ય રીતે કંટ્રોલ કરવામાં સહાયક હોય છે જે ચિંતા અને તનાવને ઘટાડવામાં મદદ કરે છે.  જેનાથી ઉંઘ સારી આવે છે. 
 
હાડકાની મજબૂતી - દૂધના પોષક તત્વોમાં કેલ્શિયમ પર્યાપ્ત માત્રામાં હોય છે જે હાડકાની મજબૂતી માટે લાભકારી છે. રાત્રે એક ગ્લાસ દૂધ પીવાથી શરીરમાં કેલ્શિયમ વધે છે. જેનાથી હાડકા વધે છે. જે પહેલાથી 
અનેકગણા વધુ શક્તિશાળી અને મજબૂત થાય છે.  આ સાંધા અને માંસપેશિયોના દર્દથી છુટકારો અપાવવામાં પણ સહાયક છે.  દૂધમાં વિટામીન ડીનુ ઉચ્ચસ્તર હોય છે. જે શરીર દ્વારા સ્વસ્થ હાડકાનુ નિર્માણ માટે  જરૂરી કેલ્શિયમના અવશોષણ માટે જરૂરી હોય છે.   દૂધ શરીરમાં હીલિંગ માટે સારુ છે.  વિટામિન ડી ઓસ્ટિયોપોરોસિસ જેવી અનેક બીમારીઓને કારણે થનારી ક્ષતિ અને નુકશાનની ભરપાઈ કરી શકે છે. 
 
વજન ઘટાડવામાં સહાયક  - રાત્રે દૂધ પીવાથી વજન ઓછું થઈ શકે છે. રાત્રે દૂધ પીવું તમને પરિ પૂર્ણતાની ભાવનાથી પ્રભાવિત કરી શકે છે.  જે તમારી ભૂખને કાબૂમાં કરી શકે છે. વજન ઘટાડવાની ચિંતા કર્યા 
વિના માત્ર એક કપ ગરમ દૂધ પીવાથી ફાયદો થાય છે. દૂધ પ્રોટીનનું સ્ત્રોત છે જે   લોહીમાં શર્કરાના સ્તર બનાવી રાકહ્વા અને પર્યાપ્ત ઉર્જા સ્તરને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.  મલાઈ હટાવીને ઓછી 
વસાવાળુ દૂધ વધુ ગુણકરી છે. 
 
સારી ત્વચા માટે ઉપયોગી - ત્વચા માટે રાત્રે દૂધ પીવાના અનેક ફાયદા હોઈ શકે છે. નિયમિત રૂપથી દૂધનુ સેવન ત્વચાને યુવા રૂપ આપી શકે છે.  દૂધમાં વિટામિન બી12 હોય છેજે ત્વચાની લોંચ સારી કરવામાં 
મદદ કરી શકે છે. દૂધમાં રહેલા વિટામિન A અનેક કોશિકા સંરચનાઓનુ નિર્માણ કરવામાં મદદ કરે છે અને ત્વચાની વિવિધ બીમારીઓથી લડવામાં મદદ કરી શકે છે. 
 
તનાવ ઓછો કરવામાં સહાયક -  સૂતા પહેલા એક કપ દૂધ પીવુ તનાવ ઘટાડવાનો એક સારો ઉપાય છે. દૂધમાં જોવા મળનારા પ્રોટીન, લૈક્ટિયમ તનાવને ઓછો કરવો, બીપી સંતુલિત કરવા, માંસપેશિયોને 
આરામ આપવો અને કોર્ટિસોલના સ્તરન ઓછો કરનારા હાર્મોનને ઓછો કરીને શરીર પર સુખદાયક પ્રભાવ પેદા કરી શકે છે.. લૈક્ટિયમ તનાવ અને ચિંતાને નિયમિત કરવામાં મદદ કરવા માટે મસ્તિષ્કના રિસેપ્ટર્સ્ને પ્રભાવિત કરી શકે છે. 
 
દિલની બીમારીથી બચાવ - લો ફૈટ કે ફૈટ વગરનુ દૂધ પીવાથી ઓછા કોલેસ્ટ્રોલના સ્તર માટે ચમત્કાર કરી શકેછે. દૂધમાં સામેલ પ્રોટીન ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ઓછુ કરતા સારા કોલેસ્ટ્રોલને વધારી શકે છે. ગાયનુ દૂધ વિટમિન એ, ડી અને કેલ્શિયમથી ભરેલુ હોય છે.  જે તમારા હ્રદયના સ્વાસ્થ્યમાં સકારાત્મક યોગદાન આપી શકે છે. 
 
શરદી અને ખાંસી વિરુદ્ધ સુરક્ષા ઉપાય - રાત્રે થોડી હળદર નાખીને તૈયાર કરવામાં આવેલુ ગરમ દૂધ પીવુ શરદી અને ખાંસીના લક્ષણોથી રાહત મેળવવનો એક ગુણકારી પ્રાકૃતિક ઉપચાર છે.  હળદરવાળુ દૂધના 
એંટીઓક્સિડેંટ અને જીવાણુરોધી ગુણ શરીર માટે ખૂબ લાભદાયક છે. 
 
પાચન માટે ઉપયોગી - દૂધથી પાચન તંત્ર તેજ થવા ઉપરાંત આ જૂની બળતરા અને ગૈસ્ટ્રોઈટેસ્ટાઈનલ વિકારોને પણ ઠીક કરે છે. મઘ અને દૂધના જાદુઈ મિશ્રણથી અનેક સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. દૂધ. જ્યારે 
મધ સાથે મિક્સ કરવામાં આવે છે તો એક પ્રીબાયોટિકના રૂપમાં કામ કરે છે જે સારા બેક્ટેરિયાના વિકાસનુ પોષણ કરી શકે છે અને આંતરડામાં રોગ પૈદા કરનારા ખરાબ બેક્ટેરિયાને ખતમ કરી શકે છે. 
 
આંતરડાના વિકારનો મુકાબલો - રાત્રે ઠંડુ દૂધ પીવાથી એસિડિટીથી તરત આરામ મળે છે અને પેટમાં કબજિયાત, પેટ ફુલવુ જેવા અન્ય સામાન્ય પેટની સમસ્યાઓને દૂર રાખવામાં મદદ મળી શકે છે દૂધમાં રહેલા લૈક્ટિક એસિડ આંતરડામાં અમ્લતાના નિર્માણને બેઅસર કરવામાં મદદ કરી શકે છે.  દૂધમાં રહેલા લૈક્ટિક એસિડ આંતરડામાં અમ્લતાના નિર્માણને બેઅસર કરવામાં મદદ કરી શકે છે. દૂધમાં કેલ્શિયમ પેટમાં ઉત્પાદિત કોઈપણ વધારાનુ એસિડને અવશોષિત કરી શકે છે. 
 
ડાયાબિટીસના રોગીઓ માટે ગુણકારી -  ડાયાબિટીસના દર્દીઓમાં કમજોરી આવી રહી છે. જેને કારણે તે કમજોરી અનુભવ કરે છે. આ માટે રાત્રે ખાંડ મિક્સ કર્યા વગર અડધુ કપ દૂધ પીવુ સ્વાસ્થ્ય માટે ખૂબ સારુ છે.