1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 12 જુલાઈ 2021 (15:40 IST)

Monsoon Health care Tips- વરસાદના મૌસમમાં ઘરને રાખો કીટાણુમુક્ત જાણો ખાસ ટીપ્સ

ઘરમાં કીટાણુઓનુ સૌથી મોટું કારણ જ છે ઘરની ઠીકથી સફાઈ ન થવી. તેથી જીવ-જંતુને ઘણા રોગોને પણ નિમંત્રણ આપે છે. વરસાદન મૌસમ જ્યાં પ્રકૃતિની સુંદરતાને દર્શાવે છે તેમજ આ મૌસમમાં ઘણી જીવ-જંતુની એંટ્રી પણ થવી શરૂ થાય છે. જીવ જેમ કીડી, કોકરોચ, માખીઓ, ગરોળી વગેરે. આ કારણે આ રોગોનો કારણ પણ બને છે. આખરે કેમ વરસાદના મૌસમમાં ઘરને કીટાણુથી દૂર રાખી શકાય છે આવો જાણીએ કેટલાક ખાસ ટીપ્સ 
1. સૌથી પહેલા ઘરની ઠીકથી સફાઈ કરવી. જો તમે દરરોજ આવુ કરો છો તો કીટાણુનો થવુ ખૂબ ઓછુ થઈ જશે. 
2. ઘરમાં માખીઓ અને કીડીઓથી બચવા માટે દરરોજ ફર્શ પર ફિનાઈલ અને ફટકડીનો પાઉડર મિક્સ કરી નિયમિત પોતું લગાવવાથી ધીમે-ધીમે આ ઘરથી દૂર થઈ જશે. 
3. તમે મોટાભાગે સાંભળ્યુ હશે કે મોરપંખ જો ઘરમાં લાગ્યુ છે તો તેનાથી જીવ-જંતુનો આગમન ઓછુ થઈ જાય છે. આ વાત સત્ય છે. જો તમે તેનાથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો ઘરમાં મોરપંખ લગાવો. જો તેને 
 
ઘરની અંદર પણ લગાવો અને તમારા એંટ્રી ગેટ પર પણ લગાવો. 
4. જો તમે ઘરમાં ગરોળીથી પરેશાન છો તો ઈંડાના છાલટાને દીવાલમાં ફંસાવીને રાખી દો. તેને આ રીતે લગાવો કે આ પડે નહી. તેને દીવાલથી ચોંટાડી દો. થોડા સમયમાં જ ગરોળી ઓછી થવા લાગશે. 
5. કિચનમા માખી-મચ્છર ભગાવવા માટે 1 ચમચી કૉફી પાઉડરને તવા પર સળગાવીને ધૂમાડો કરો. ડાઈલિંગ ટેબલથી માખીઓને દૂર કરવા માટે ટેબલના વચ્ચે ફુદીનાના પાનનો તાજો ગુચ્છો રાખો. 
6. ઘરની વચ્ચો વચ્ચે કપૂરનો ધુમાડો કરો. તેનાથી ઘરમાં સુગંધ બની રહેશે સાથે જ માખી -મચ્છર પણ ઓછા થશે. 
7. જીવ-જંતુને દૂર ભગાડવા માટે કેટલાક છોડ જેમ કે તુલસી, ફુદીના અને અજમાનો છોડ જરૂર લગાવો. તેનાથી ઘરમાં જીવ-જંતુ નહી થશે.