સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

પાલક સ્વાસ્થયને સુધારે છે ચેહરાને નિખારે છે- જાણો 7 ફાયદા

પાલક કે પાલખ ભાજીમાં જે ગુણ હોય છે એ બીજી કોઈ શાકભાજીમાં નહી હોય છે. આ જ કારણ છે કે આ સ્વાસ્થયની દ્ર્ષ્ટિથી ખૂબજ  ઉપયોગી છે. આ સર્વગુણ અને સસ્તું શાક છે. પાલકમાં કેલ્શિયમ,  સોડિયમ, ક્લોરીન,  ફાસ્ફોરસ, આયરન, ખનિજ તત્વ પ્રોટીન, વિટામિન હોય છે. 
લોહીની ઉણપ- પાલકમાં આયરનની માત્ર બહુ વધારે હોય છે અને તેમાં રહેલ આયરન શરીરમાં સરળતાથી શોષી લે છે. તેથી પાલક ખવાથી હિમોગ્લોબિન વધે છે. લોહીની ઉણપથી પીડિય માણસને પાલક ખાવાથી વધારે ફાયદો હોય છે. 
 
ગર્ભવતી માટે લાભકારી- ગર્ભવતી મહિલાઓને ફોલિક એસિડની જરૂર હોય છે. તેની ઉણપને દૂર કરવા માટે પાલકનો સેવન લાભદાય્ક હોય છે. સાથે જ પાલકમાં  રહેલ કેલ્શિયમ બાળકના વિકાસ અને ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે લાભકારી હોય છે. 

 
વાળ માટે ઉપયોગી- પાલક સ્વાસ્થ્ય માટે જ નહી પણ વાળ માટે પણ ખૂબ સારું હોય છે. જે લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે તેને પાલકએન તેમના નિયમિત આહારમાં શામેલ કરવું જોઈએ. કારણકે પાલક શરીરમાં આયરનની ઉણપને પૂરતૂ કરીને વાળને ખરવાથી રોકે છે. 
શુષ્કતા દૂર થાય 
પાલક ત્વચાને શુષ્ક થવાથી બચાવે છે. સાથે જ ચેહરાના ખીલ મટાડવા અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદગાર હોય છે. પાલકનો પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવવાથી ચેહરાની કરચલીઓ દૂર થઈ જાય છે. પાલક અને ગાજરના રસમાં લીંબૂ મિક્સ કરી પીવાથી ચેહરા સુંદર અને ચમકદાર હોય છે. 
 

ત્વચાની સમસ્યામાં લાભકારી 
પાલક કરચલીઓ અને કાળા દાઘ દૂર કરવામાં પણ તમારી મદદ કરે છે. તેના માટે પાલક અને લીંબૂના રસમાં થોડા ટીંપા ગ્લિસરીન મિક્સ કરી સૂતા સમયે ત્વચા પર લગાવવાથી લાભ હોય છે કે પછી પાલકનો પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવવાથી કાળા ડાઘ દૂર થઈ જાય છે. ત્વચા પર ફોડા-ફોળલીઓ થઈ જતાં પાલકના પાનને પાણીમાં ઉકાળીને ચેહરો ધોવાથી તરત ઠીક થઈ જાય છે. 
આર્થરાઈટિસમાં લાભકારી 
શરીરના સાંધામાં થતાં રોગ જેમકે આર્થરાઈટિસ, ઓસ્ટિયોપોરોસિસની પણ શકયતાને પણ ઘટાડે છે. સાથે જ સાંધાના દુખાવાને દૂર કરવામાં પણ સહાયક હોય છે. સાંધાના દુખાવાથી રાહત મેળવા માટે પાલક ટમેટાં અને ખીરા કાકડી વગેરે શાકનો સેવન કરવું જોઈએ કે તેને કાચા પણ ખાવું ફાયદાકારી છે.