શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 16 ઑગસ્ટ 2023 (09:42 IST)

Raisin water -દરરોજ કિશમિશનું પાણી પીવાથી Weight Loss ની સાથે મળે છે આ 5 ફાયદા જાણો કેવી રીતે તૈયાર કરીએ પાણી

Raisin water કિસમિસ ડ્રાય ફૂટ્સનો જ ભાગ છે. મોટાભાગના લોકો તેને ખાવુ પસંદ કરે છે. કિશમિશ આપણા આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે.  તેનાથી શરીરનો વિકાસ સારી રીતે થાય છે. જો એ કિશમિશના પાણીની વાત કરીએ તો તેનાથી પણ સ્વાસ્થ્ય સંબંધી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. કિશમિશને રોજ રાત્રે પાણીમાં પલાળીને મુકી દો અને સવારે તેનુ પાણી પીવો. પછી જુઓ તેનાથી તમે કેવી એકદમ સ્વસ્થ દેખાશો. 
 
1. આંખની રોશની તેજ - આ પાણીમાં વિટામિન એ, બીટા કેરોટિન હોય છે જે આંખો માટે લાભકારી તત્વ હોય છે.  તેથી રોજ સવારે કિશમિશનુ પાણી પીવો. તેનાથી આંખો કમજોર નહી થાય. 
ઓરેંજ કિશમિશ સ્નો
2. નબળાઈ દૂર - કિશમિશના પાણીમાં એમીનો એસિડ્સ હોય છે જે બોડીને એનર્જી આપવાનુ કામ કરે છે. તેનાથી થાક પણ દૂર થાય છે. 
 
3. કબજિયાતમાં આરામ - કિશમિશ પાણીમાં ફૂલીને નેચરલ લેક્સેટિવનુ કામ કરે છે. રોજ સવારે ખાલી પેટ કિશમિશનુ પાણી પીવાથી પેટની સારી રીતે સફાઈ થઈ જાય છે. 
 
4. એસિડિટીમાં આરામ - કિશમિશમાં વર્તમાન સૉલ્યૂબલ ફાઈબર્સ પેટની સફાઈ કરીને ગેસ અને એસિડિટીથી રાહત અપાવે છે. 
 
5. કિડની સ્વસ્થ - કિશમિશના પાણીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે જે બોડીમાંથી ટૉક્સિન્સ કાઢીને કિડનીને હેલ્ધી બનાવવાનું કામ કરે છે. 
 
6. લોહીની કમી પૂરી - કિશમિશના પાણીમાં આયરન, કૉપર અને બી કૉમ્પલેક્સની ભરપૂર માત્રા હોય છે. આ લોહીની કમીને પૂરી કરીને બ્લડ સેલ્સને હેલ્ધી બનાવે છે. 
 
7. કેંસરથી બચાવ - કિશમિશના પાણીમાં રહેલા એંટી ઓક્સીડેંટ્સ શરીરના સેલ્સને હેલ્ધી બનાવીને કેંસર જેવી બીમારીઓથી આપણી રક્ષા કરે છે.