બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 14 જાન્યુઆરી 2021 (20:00 IST)

આયુર્વેદ મુજબ ગુણોથી ભરપૂર છે સફેદ તલ, જાણો રોજ કેટલી માત્રામાં સુરક્ષિત છે સેવન

શિયાળામાં કેટલીક વસ્તુઓનુ સેવન કરવુ કોઈ જડી-બૂટીની સેવન કરવાથી ઓછુ નથી. અમે તમને શિયાળામાં ગોળ ખાવાના ફાયદા અને તેનાથી બનતી વસતુઓ ખાવાના ફાયદા બતાવી ચુક્યા છે. તલ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામા મદદરૂપ છે. અનેક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે તલથી બનનારુ તેલ હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરે છે અને દિલ પર વધુ ભાર પડવા દેતો નથી એટલે કે દિલની બીમારી દૂર કરવામાં પણ તલ મદદરૂપ છે. 
 
તલમાં રહેલ પોષક તતવ 
 
તલમાં સેસમીન નામનુ એંટીઑક્સિડેટ જોવા મળે છે જે કૈસર કોશિકાઓને વધતા રોકે છે. પોતાની આ ખૂબીને કારણે જ આ લંગ કૈસર, પેટનુ કૈસર, લ્યુકેમિઆ પ્રોસ્ટેટ કૈસર, બ્રેસ્ટ કૈસર હોવાની આશંકાને ઓછી કરે છે. આ ઉપરાંત તલના અનેક ફાયદા છે. 
 
તલ ખાવાના ફાયદા 
 
- તલ શરીરમાં લોહીની યોગ્ય માત્રા જાળવવામાં પણ મદદગાર છે.
- વાળ અને ત્વચાને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે દરરોજ તલનું સેવન કરવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
- તેલમાં રહેલા પ્રોટીન આખા શરીરને ભરપૂર તાકત અને એનર્જીથી ભરી દે છે. તેનાથી મેટાબોલિજ્મ પણ સારી રીતે કામ છે. .
- તેલમાં કેટલાક એવા તત્વો અને વિટામિન મળી આવે છે, જે તણાવ અને ડિપ્રેશનને ઘટાડવામાં મદદગાર છે.
- તલમાં અનેક પ્રકારના લવણ જેવા કે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જિંક અને સેલેનિયમ હોય છે જે હૃદયના સ્નાયુઓને સક્રિય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
 - તલમાં ડાયેટ્રી પ્રોટીન અને એમિનો એસિડ હોય છે જે બાળકોના હાડકાંના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ સિવાય તે સ્નાયુઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે
- તલ ત્વચા  માટે ખૂબ ફાયદાકારક છે. તેની સહાયથી ત્વચાને જરૂરી પોષણ મળે છે અને તેમાં સોફ્ટનેસ જળવાઈ રહે છે.
 
કેટલી માત્રામાં ખાવા જોઈએ તલ 
 
તલને વધુ ન ખાવા જોઈએ. કારણ કે આ ગરમ હોય છે. તેથી તમારે તલનુ સેવન કરવામાં સાવધાની રાખવી જોઈએ. તમારે રોજ 50-70 ગ્રામ સુધી તલનુ સેવન ન કરવુ જોઈએ. ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકોએ તેનાથી પણ ઓછી માત્રામાં તલનુ સેવન કરવુ જોઈએ.