રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 21 મે 2023 (07:45 IST)

Internation Tea day- શું તમે પણ સવારે ઉઠતા જ ખાલી પેટ ચા પીવો પસંદ કરો છો? શરીર પર થાય છે આ અસર

INTERNATIONAL TEA DAY 2023
Side Effects Of Drinking Tea Empty Stomach: ઘણા બધા લોકો હોય છે જે સવારે ઉઠતા જ સૌથી પહેલા ચા (Tea)ની ચુક્સી લેવા પસંદ કરે છે. તેમણે લાગે છે કે ચાના વગર તેમના દિવસની શરૂઆત જ નથી થઈ શકે. પણ શું ખાલી પેટ અને વાસી મોઢા સાથે ચા પીવો યોગ્ય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે ખાલી પેટ એકદમથી ચા ન પીવી જોઈએ. ચાના પીએચ વેલ્યુ 6 હોય છે. જેના કારણે ખાલી પેટ તેને પીવાથી આંતરડામાં પરત બનવા લાગે છે. પણ તેનાથી પહેલા હૂંફાણા પાણી પીવો જોઈ. આવુ કરવાથી ચાના એસિદિક ઈફેક્ટ ઓછુ થઈ જાય છે અને પેટને પણ નુકશાન નથી થતુ. આજે અમે તમને સવારે ઉઠતા જ ચા પીવાના નુકશાન જણાવીશ 
 
ખાલી પેટ ચા પીવાના નુકશાન 
વધી શકે છે ગૈસની પરેશાની 
હેલ્થ એક્સપર્ટના મુજબ સવારે ખાલી પેટ ચા પીવાથી ગેસ-એસિડીટીની પરેશાની વધી જાય છે. જો તમે નિયમિત આવુ કરી રહ્યા છ તો તમારા પેટમાં એસિડની માત્રા વધવા લાગે છે અને તબિયત ખરાબ રહેશે. તમારા દાંતને પણ સવારે ખાલી પેટ ચા પીવાથી નુકશાન પહોંચે છે. તેના કારણે દાંતની બહારી પરત ખરાબ થઈ શકે છે અને તેમાં સડનની શક્યતા વધી જાય છે. 
 
સવારે ખાલી પેટ ચા પીવાથી શરીરમાં પાણીની ઉણપ પણ થઈ શકે છે અને બૉડીમાં ડિહાઈડ્રેશન થઈ શકે છે. તેના કારણ ચક્ક આવી શકે છે અને કબ્જ અને ગૈસની સમસ્યા વધી શકે છે. પરંતુ ચાથી પહેલા પાણી જરૂર પીવું. સાથે જ ચાની સાથે કઈક ન કઈક ખાવાની ટેવ પણ નાખો નહી તો પેટમાં ગડબડ થઈ શકે છે. 
 
ચા પહેઆ પાણી કયારે પીવો 
ઘણા લોકો આ સવાલને લઈને ગૂંચવણમાં રહે છે કે સવારે ચા પીવાથી કેટલા સમયે પહેલા હૂંફાણુ પાણી પીવુ. એક્સપર્ટના મુજબ સવારે ચા પીવાથી આશરે 10-15 મિનિટ પહેલા પાણી પીવો યોગ્ય ગણાય છે. આવુ કરવાથી ચાના એસિડિક ઈફેક્ટ શરીર પર ખહુ ઓછા પડે છે. આ વાતની કાળજી રાખવી કે ચા પીધાના તરત પછી જ પાણી ભૂલીને પણ ન પીવુ જોઈએ નહી તો પેટમાં તેનો રિએક્શન થઈ શકે છે. 
Edited By-Monica sahu