શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 17 મે 2023 (09:30 IST)

World Hypertension Day 2023: હાઈ બીપીના દર્દીઓ કરે આ 3 એક્સરસાઇઝ, ઘટી જશે હ્રદય રોગનો ખતરો

Exercise
World Hypertension Day 2023: હાયપરટેન્શન શું છે, હકીકતમાં તે એવી સ્થિતિ છે જેમાં ધમનીઓમાં લોહીનું દબાણ  વધે છે. આવી સ્થિતિમાં, બ્લડ સર્કુલેશન ને જાળવી રાખવા માટે દિલને વધારાનું કામ કરવું પડે છે, જેનાથી હૃદય પર દબાણ આવે છે. જો આ દબાણ ખૂબ વધી જાય તો તમે હાર્ટ એટેક જેવી બીમારીનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે પહેલા તમે હાઈ બીપીના દર્દી ન બનો અને જો તમે બની ગયા હોય તો ધમનીઓ અને હૃદયના કામને યોગ્ય રાખવાનો પ્રયાસ કરો. આ માટે તમે કેટલીક ખાસ કસરતો કરી શકો છો.
 
હાઈ બીપીમાં એક્સરસાઇઝ - Exercise in high blood pressure
 
1. 10 મિનિટ બ્રીસ્ક વોક - Brisk walk 
10-મિનિટનું ઝડપી ચાલવું તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. પરંતુ હાઈ બીપીના દર્દીઓએ વધુ પડતી ઈન્ટેસિવ કસરત કરવાનું ટાળવું જોઈએ. કારણ કે, તે ખતરનાક બની શકે છે. તેથી દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટ એક ગતિએ ચાલો.
 
2. 30 મિનિટ સાઈકલિંગ - Cycling
હાઈ બીપીના દર્દીઓ માટે 30 મિનિટની સાઈકલિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં આ એક એરોબિક કસરત છે, જેનાથી તમારા શરીરનું બ્લડ પ્રેશર બરાબર રહે છે અને રક્તવાહિનીઓ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત, તે તમારા હૃદયના કાર્યને સુધારવામાં પણ મદદ કરે છે.
 
3. ડેસ્ક ટ્રેડમિલિંગ અથવા પુશિંગ -Desk treadmill
અભ્યાસ મુજબ બીપી ઓછું કરવા માટે ટ્રેડમિલ પર 10 મિનિટ ધીમી ગતિએ 1 મિલ પ્રતિ કલાકની ગતિએ  દોડવુ બ્લડ વેસેલ્સની પહોળાઈ વધારે છે અને   બ્લડ સર્કુલેશન ને ઠીક કરે છે. આ બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી, જો તમે હાઈપરટેન્શનના દર્દી છો, તો આ કસરત કરો અને સ્વસ્થ રહો. ફક્ત ધ્યાનમાં રાખો કે ઝડપી એક્સરસાઇઝ કરવાનું ટાળો.