ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 27 માર્ચ 2016 (11:28 IST)

લીંબૂ પાણી વધારે માત્રામાં પીવાના સાઈડ ઈફેક્ટ

મોટાભાગના લોકો સવારે ઉઠતા જ લીંબૂ પાણીનું  સેવન  વજન ઓછા કરવા કે પછી શરીરને અંદરથી સાફ કરવા માટે કરે છે. પાણીમાં લીંબૂ  નિચોવીને પીવાથી શરીરને વિટામિન સી , પોટેશિયમ અને ફાઈબર મળે છે. પણ એનું  વધારે સેવન કરવાના સાઈડ ઈફેક્ટ પણ થાય છે. વધારે લીંબૂ પાણી પીવાથી શરીરમાં પાણીની અછ્ત થઈ જાય છે અને ડીહાઈડ્રેશનની સમસ્યા વધી જાય છે. એ સિવાય ઘણા લોકોને દાંતમાં ઠંડા ગરમનો  પણ અનુભવ થવો શરૂ થઈ જાય છે. 
 
એ સિવાય એવી ઘણી સમસ્યા છે જે વધારે લીંબૂ પાણી પીવાથી થઈ શકે છે. દરરોજ લીંબૂ પાણીનું  સેવન કરતા પહેલા એક વાર ડોક્ટરની સલાહ જરૂર લો . આવો જાણીએ વધારે લીંબૂ પાણીના સેવનથી શું શું સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. 
 
દાંતોમાં ઠંડુ ગરમ લાગવું 
 
લીંબૂમાં સિટ્રસ એસિડ હોય છે , જે દાંતોના વધારે સંપર્કમાં આવવાથી દાંત સંવેદંશીલ થઈ જાય છે. જો તમને લીંબૂ પાણી પીવું હોય તો સ્ટ્રોથી પીવો જેથી દંતોને અડે નહી. 
છાતીમાં બળતરા 
જો તમને  એસિડિટીની સમસ્યા છે તો , લીંબૂનું  સેવન બિલકુલ બંધ કરી દો કારણકે એમાં એસિડ હોય છે. 
 
પેટ થઈ શકે છે ખરાબ 
ઘણી વાર લોકો ભોજન હજમ કરવા લીંબૂના રસનું  સેવન કરે છે કારણ કે એ એસિડ પાચનમાં મદદ કરે છે પર પેટમાં વધારે એસિડ થઈ જવાના કારણે પેટ ખરાબ થઈ શકે છે. લીંબૂને હમેશા ભોજનમાં શામેલ કરો. 
 
મૂત્રાશયની કોથળીની સમસ્યા
લીંબૂમાં એસિડિક લેવલ  સિવાય એમાં અક્સલેટ પણ હોય છે જેનું  વધારે સેવન કરવાથી શરીરમાં ક્રિસ્ટલ બની જાય છે. આ ક્રિસ્ટલાઈક્ડ ઓક્સટેલ કિડની સ્ટોન અને ગોલસ્ટોન્ના રૂપ ધારણ કરી લે છે. 
 
ડીહાઈડ્રેશન  
લીં બૂ પાણી પીવાથી વારેઘડીએ પેશાબ આવે છે , જેથી બોડીમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે આથી લીંબૂ પાણીનું  સેવન જ્યારે પણ કરો , ત્યારે દિવસ ભર પાણી ખૂબ પીવો.