ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 14 જુલાઈ 2021 (14:30 IST)

Health benefits of Soaked chana- દરરોજ સવારે ખાવુ 1 વાટકી પલાળેલા ચણા આ રોગોથી રહેશે બચાવ

ચણા વિટામિન એ, બી, સી, ડી, કેલ્શિયમ, ફાઈબર, પ્રોટીન, આયરન, મેગ્નીશિયમ અને એંટી ઑક્સીડેંટ્સ ગુણોથી ભરપૂર હોય છે. આ ખાવામાં ટેસ્ટી હોવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારી ગણાય છે. આ રીતે ચાલો જાણીએ તેઓ સેવન કરવાના ફાયદા
- દિલ રહે સ્વસ્થ- એક્સપર્ટસ મુજબ સવારે ખાલી પેટ પલાળેલા ચણાનો સેવન કરવાથી દિલ સ્વસ્થ રહે છે. તેમાં રહેલ એંટી ઑક્સીડેંટસ ગુણ રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવામાં મદદગાર હોય છે. આ રીતે દિલ સારી રીતે કામ કરે છે સાથે જ દિલ સંબંધી રોગો થવાના ખતરો ઘણા ગણુ ઓછું રહે છે. 
- વજન ઘટાડો
જો તમે જાડાપણથી પરેશાન છો તો તમે પલાળેલા ચણાનો સેવન કરવા જોઈએ. તેમાં રહેલ ગ્લાઈસેમિક ઈંડેક્સ નામક તત્વ ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેથી જાડાપણક અને વજન વધવાની પરેશાનીથી બચાવ રહે છે. 
લોહીની કમીને દૂર કરે 
ચણા બીજા પોષક તત્વોની સાથે આયરનથી ભરપૂર હોય છે. તેથી તેનો સેવન કરવાથી લોહીની ઉણપ પૂર્ણ કરવામાં મદદ મળે છે. તેમજ મહિલાઇ અને બાળકમાં લોહીની વધારે કમી હોય છે તેથી તેણે ચણાનો સેવન કરવું જોઈએ. 
આંખો માટે ફાયદાકારી 
પલાળેલા ચણામાં બી કેરોટીન નામનો તત્વ હોય છે. આ આંખોની કોશિકાઓને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. તેથી આંખોની રોશની વધારવા અને તેનાથી સંકળાયેલી સમસ્યાથી બચાવ માટે દરરોજ પલાળેલા ચણાનો સેવન કરવું. 
હાડકાઓ થશે મજબૂત 
તેન ચાવવાથી એક પ્રકારની એક્સરસાઈજ હોય છે. તેથી દરરોજ પલાળેલા ચણા ખાવાથી દાંત અને હાડકાઓને મજબૂતી મળે છે. 
પાચન તંત્ર કરે મજબૂત 
ઉનાળામાં લોકોને પાચનથી સંકળાયેલા સમસ્યા વધારે હોય છે. તેમાં ફાઈબરથી ભરપૂર પલાળેલા ચણાનો સેવન કરવુ બેસ્ટ ગણાય છે. તેના સેવનથી પાચન શક્તિ સારી થઈ અને પેટ સાફ રહે છે. તેની સાથે નલબાઈ દૂર થઈને શરીરમાં મજબૂતી આવે છે . તેથી પાચન સંબંધી સમસ્યાઓથી બચવા માટે દરરોજ સવારે ખાલી પેટ પલાળેલા ચણાનો સેવન કરવું.