રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 29 જાન્યુઆરી 2024 (11:15 IST)

પલાળેલી મેથીના દાણાનું સેવન કરવાથી ફાયદો થાય છે

Soaked Fenugreek Seeds Benefits
- પલાળેલી મેથીના દાણાનું સેવન કરવાથી શરીરમાંથી અનેક રોગો દૂર 
- ડાયાબિટીસ, અપચો, સ્થૂળતા

Soaked Fenugreek Seeds Benefits- મેથી મહત્વપૂર્ણ ઔષધિઓમાંથી એક છે. દરરોજ સવારે પલાળેલી મેથીના દાણાનું સેવન કરવાથી શરીરમાંથી અનેક રોગો દૂર થાય છે. મેથીના દાણામાં રહેલા પોષક તત્વો અને ગુણો શરીરમાંથી અનેક રોગો અને સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસ, અપચો, સ્થૂળતા અને પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યાઓમાં તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

એમા વિટામીન ઉપરાંત ઘાત્વિક પદાર્થ અને પ્રોટીન પ્રચુર માત્રામાં જોવા મળે છે. મોટાભાગના લોકો મેથીની કડવાશને કારણે તેને પસંદ નથી કરતા. પરંતુ આ કડવાશ જમવાનો સ્વાદ વધારે છે, સાથે જ આ ભૂખ વધારવામાં પણ મદદરૂપ હોય છે. 
* મેથીમાં કડવાપણું તેમા રહેલા પદાર્થ 'ગ્લાઈકોસાઈડ' ને કારણે થાય છે. મેથીમાં ફોસ્ફેટ, લેસીથિન, વિટામીન ડી અને લોહ અયસ્ક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી કરે છે. 

*મેથીના દાણા ફક્ત શરીરને આંતરિક રૂપે મજબૂત કરવાની સાથે સાથે શરીરને બહારહી પણ સુંદરતા આપવામાં મદદરૂપ થઈ શકે છે. 
* મેથીના દાણાને વાટીને જો ર સ્કીન પર લગાવવામાં આવે તો આ સુંદર અને મુલાયમ બનાવે છે. 
* મેથીના દાણાને પ્રયોગ ઘા અને બળતરાની સારવાર રૂપે પણ કરવામાં આવે છે. 
* પહેલાના જમાનામાં બાળકના જન્મને સરળ બનાવવા માટે ગર્ભવતી સ્ત્રીને મેથી ખવડાવવામાં આવતી હતી. 
* મેથીમાં એવા પાચક એંજાઈમ છે, જે અગ્નાશયને વધુ ક્રિયાશીલ બનાવી દે છે. જેના કારણે પાચન ક્રિયા પણ સરળ બને છે. 
* મેથી ગેસ્ટ્રિક અલ્સરના ઈલાજમાં પણ ઉપયોગી છે. 
* મેથીના સ્ટેરોએડયુક્ત સૈપોનિન અને લસદાર રેશા રક્તમાં શર્કરાને ઓછી કરી નાખે છે. તેથી મેથીનુ સેવન ડાયાબીટિશના રોગીઓ માટે પણ લાભદાયક હોય છે.