મોઢામાં પાણી લાવતી ખાટી મીઠી આમલી આરોગ્ય માટે છે ખૂબ ગુણકારી...

tamarind
Last Modified બુધવાર, 29 જૂન 2016 (15:33 IST)
આમલી વિશે આપણે બધા જાણીએ છી. ખાટી મીઠી આમલી ખાવામાં દરેકને ટેસ્ટી લાગે છે.
ચાટ, પાણીપુરીનો સ્વાદ તો આનાથી એકદમ વધી જાય છે. આ માટે પણ એટલી જ લાભકારી છે. આરોગ્ય સાથે જોડાયેલ અનેક પરેશાનીઓમાંથી રાહત અપાવવામાં મદદરૂપ છે. આવો જાણીએ આમલીના ફાયદા વિશે...


1. દિલ માટે લાભકારી - આમલીમાં પોટેશિયમ જોવા મળે છે અને આ દિલ માટે ખૂબ લાભકારી છે. તેનાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

2. કોલેસ્ટ્રોલ ઓછુ કરે -
આ શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

3. પાચન ક્રિયા રાખે વ્યવસ્થિત - તેમા ફાઈબરની માત્રા વધુ જોવા મળે છે જે ખોરાકને પચવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાત અને ડાયેરિયા જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે.

4. - આમલીમાં વિટામીન સી.ઈ અને બી જોવા મળે છે. તેમા કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગનીઝ અને ફાઈબર જેવા બધા ગુણ રહેલા છે. જે શરીર માટે જરૂરી છે.

5. રક્ત સંચાર સુચારુ - આ શરીરમાં રક્ત સંચારને ઠીક રાખે છે અને રેડ બ્લડ સેલ બનાવવામાં સહાયક છે. નબળાઈ, યાદગીરિ અને પેટ સંબંધી સમસ્યાઓમાં પણ લાભકારી છે.

6. માંસપેશિયોનો વિકાસ - માંસપેશિયોના વિકાસ માટે પણ આનુ સેવન લાભકારી છે.

7. ડાયાબિટીસમાં લાભકારક - ડાયાબિટીસના દર્દી માટે આમલીનુ સેવન ખૂબ લાભકારી છે. આ કાર્બોહાઈડ્રેટ્સને સહેલાઈથી પચાવવામાં મદદ કરે છે. જેનાથી લોહીમાં ગ્લુકોઝ અને ઈંસુલિનનુ સંતુલન કાયમ રહે છે.

8. આંખોની રોશની વધારે - આમલી વિટામિન એ થી ભરપૂર હોય છે જે આંખો માટે ખૂબ જરૂરી છે. આમલીનુ સેવન રોજ કરવાથી ચશ્મા નહી આવે.


આ પણ વાંચો :