બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 25 જાન્યુઆરી 2020 (10:55 IST)

ધ હેપ્પી લિવિંગ ઈમ્પિરિયા: હેલ્થ, બ્યુટી, હેર અને સ્કિનકેર સમન્વય

હવે દરેક વ્યક્તિ સૌપ્રથમ પોતાના સ્વાસ્થ્ય અને સુખાકારી પર વધુ ધ્યાન આપે છે. આ સાથે આરોગ્ય અને સુખાકારીની વ્યાખ્યા પણ વિક્સીત કરવામાં આવી છે. હવે મોટી માત્રામાં લોકો ફિટનેસ સેન્ટરમાં જઈ રહ્યા છે. વેલનેસનો કોન્સેપ્ટ લક્ઝરી સાથે ફિટ રહેવાનો પણ છે. જેને ખુશ રહેવાની સાથે સુખી થવાનો અનુભવ પણ કહી શકાય છે. આ અનુભવને મિત્રો સાથે શેર પણ કરી શકાય છે. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં આવેલા પ્રહ્લાદનગર ખાતે ધ હેપ્પી લિવિંગ ઈમ્પિરિયા, વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલું એવું સેન્ટર છે, જેમાં હેલ્થ, બ્યુટી, હેર અને સ્કિનકેર પર ટ્રીટમેન્ટ આપવામાં આવશે.
 
ધ હેપ્પી લિવિંગ ઈમ્પિરિયા સેન્ટર દ્વારા તેમના કસ્ટમરને મળતી રોયલ ફેસેલિટી બરાબર અપાય છે કે નહીં તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. બ્યુટીફિકેશન સર્વિસમાં તેઓ બોડી માટે સ્લીમીંગ સર્વિસ આપે છે. જેમાં વજન ઘટાડો અને વધારો, બોડી શેપિંગ જેવી સર્વિસનો સમાવેશ થાય છે. જ્યારે કોસ્મેટોલોજી અને સ્કિનકેર સર્વિસમાં તેઓ એન્ટી એજીંગ અને એન્ટી ઍક્નિ ટ્રીટમેન્ટ, ટાઈટનિંગ અને સ્કિન બ્રાઈટનિંગ સર્વિસનો સમાવેશ થશે. સેન્ટરની કસ્ટમાઈઝ હેર ટ્રીટમેન્ટમાં હેર લોસ પર પણ સર્વિસ આપવામાં આવે છે. આ સર્વિસ સિવાય સેન્ટર પાસે બ્યુટી, નેઇલ સલૂન અને બ્રાઈડલ સ્ટુડિયો પર પ્રિમિયમ અને લક્ઝરી સર્વિસ આપવામાં આવે છે.
 
સેન્ટરનાં ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉ. દર્શન તલરેજાએ કહ્યું કે, હેપ્પી લિવિંગમાં અમારી પાસે ફ્રોસ્ટ કુલ લેઝર હેર રિમુવલ ટેક્નોલોજી છે. જે કાયમી લેસર હેર રિમુવલમાં ખૂબ પ્રખ્યાત છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, આ અમારી બીજી બ્રાન્ચ છે. જેમાં લેસર અને કોસ્મેટોલોજી સર્વિસ સાથે ઈન્ટરનેશનલ બ્રાન્ડ જેમ કે ઓલાપ્લેકક્ષ, બાલમેન, બી.એસ.એચ ફેસિયલ, સ્કેનિડોર, થાલગો, બોમ આઈસ્કિમ મેનિક્યોર પેડિક્યોર, નેઇલ એક્સ્ટેશન અને OPIથી નેઇલ આર્ટ જેવી સર્વિસ પ્રિમિયમ ઈન્ટરનેશનલ સલુનમાં કરવામાં આવે છે.