ગુરુવાર, 31 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

તુરિયા છે આ રોગોની રામબાણ દવા- જાણો આ 8 ફાયદા

તુરિયાના શાકથી બધા લોકો પરિચિત હશે. પણ આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે. મધ્યભારતના આદિવાસી આને શાકના રૂપમાં પ્રેમથી ખાય છે અને હર્બલ માહિતગાર આને અનેક નુસ્ખોમાં ઉપયોગ પણ કરે છે. ચાલો આજે જાણીએ આવા જ કેટલાક રોચક હર્બલ નુસ્ખાને.. 
1. 500 ગ્રામ તુરિયાને ઝીણા સમારીને 2 લીટર પાણીમાં ઉકાળો. ત્યારબાદ પાણીને ગાળી લો. હવે જે પાણી બચ્યુ હોય તેમા રીંગણા બનાવી લો. રીંગણ બફાય ગયા પછી તેને ઘીમાં સેકીને ગોળ સાથે ખાવાથી બવાસીરમાં થતો દુ:ખાવો ને મસ્સા મટી જાય છે. 
2. કમળો થતા તુરિયાનો રસ જો રોગીના નાકમાં બે થી ત્રણ ટીપા નાખવામાં આવે તો નાકમાંથી પીળો રંગનો દ્રવ બહાર નીકળે છે. આદિવાસી માને છે કે આનાથી ખૂબ જલ્દી કમળાનો રોગ ખતમ થઈ જાય છે. 
 

3. તૂરિયાને નાના નાના ટુકડામાં કાપીને છાંયડામાં સુકવી લો. સૂકાયેલા ટુકડાને નારિયળના તેલમાં મિક્સ કરીને 5 દિવસ સુધી મુકી રાખો. પછી તેને ગરમ કરી લો. તેલ ગાળીને રોજ વાળ પર લગાવો અને માલિશ પણ કરશો તો વાળ કાળા થઈ જાય છે. 
 
4. તુરિયામાં ઈંસુલિનની જેમ પેપ્ટાઈડ્સ જોવા મળે છે તેથી ડાયાબીટિસ નિયંત્રણ માટે એક સારા ઉપાયના રૂપમાં જોવામાં આવે છે. 
 
5. તુરિયાના પાન અને બીજને પાણીમાં વાટીને ત્વચા પર લગાવ્યા પછી દાદ-ખાજ અને ખુજલી જેવા રોગોમાં આરામ મળે છે. આમ તો આ કોઢના રોગમાં પણ લાભકારી હોય છે. 
6. તુરિયાની વેલને દૂધ કે પાણીમાં ઘસીને 5 દિવસ સુધી સવાર સાંજ પીવાથી પથરીમાં આરામ મળે છે.  
 
7. અપચો અને પેટની સમસ્યાઓ માટે તૂરિયાનુ શાક ખૂબ જ કારગર ઈલાજ છે. ડાંગી આદિવાસીઓ મુજબ કાચુપાકુ શાક પેટનો દુ:ખાવો દૂર કરી દે છે. 
 
8. આદિવાસી માહિતી મુજબ સતત તુરિયાનું સેવન કરવુ આરોગ્ય માટે સારુ રહે છે. તૂરિયાને લોહી સાફ કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. સાથે જ આ લિવર માટે પણ ગુણકારી છે.