1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

અખરોટ : સ્વાસ્થ્યવર્ધક અને અનેક બીમારીઓમાં સુરક્ષા આપતો મેવો

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અખરોટ બહુ સારું ગણાય છે. અખરોટમાં ફાઇબર, વિટામિન બી, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ વધુ માત્રામાં હોય છે. તે વાળ અને ત્વચાને સ્વસ્થ રાખે છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે અને તે અસ્થમા, આર્થરાઇટિસ, ત્વચાની સમસ્યાઓ, એક્ઝીમા અને સોરાયસિસ જેવી બીમારીઓમાં સુરક્ષા પૂરી પાડે છે. આવો, અખરોટની આવી જ કેટલીંક ખૂબીઓ વિષે જાણીએ...

અખરોટના લાભ -

1. હૃદય માટે લાભદાયક - અખરોટના સેવનથી હૃદયની બીમારીને ઘણી હદ સુધી ટાળી શકાય છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ હોય છે. તો એવા લોકો જેમને હૃદય સંબંધી બીમારી છે તેમણે અખરોટ ખાવી જોઇએ.

2. ઊંઘવામાં મદદરૂપ - શું તમને ઊંઘ નથી આવતી? આનો ઇલાજ અહીં છે. અખરોટ ઊંઘ લાવવામાં બહુ લાભદાયક છે કારણ કે તેમાંથી એક હોર્મોન નીકળે છે જેનું નામ મિલાટોનિન હોય છે જેનાથી આરામ મળે છે. સારી ઊંઘ મેળવવા માટે તે યોગ્ય પ્રમાણમાં મિલાટોનિન રીલિઝ કરે છે.

3. સ્થૂળતા ઘટાડે છે - આ એક એવો મેવો છે જે લોહીમાં કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે અને પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. આ રીતે તે પાચનમાં મદદ કરે છે અને વધુ કેલરી બાળે છે. માટે તમે દિવસમાં 2-3 અખરોટ ખાઇને વજન ઘટાડી શકો છો.

4. ડાયાબીટિઝ - અખરોટ રક્ત વાહિકાઓને ફેલાવી દે છે અને મેટાબોલિક સિન્ડ્રોમને ઓછું કરી દે છે. આનાથી ડાયાબીટિઝ કન્ટ્રોલમાં રહે છે.

5. કેન્સર - અખરોટ કેન્સરને પ્રાકૃતિક રૂપે યોગ્ય કરે છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે કેન્સર સેલને એકઠાં થતાં રોકે છે. અખરોટ બ્રેસ્ટ કેન્સરને રોકવામાં સૌથી વધુ લાભદાયક ગણાય છે. આ સિવાય તે ટ્યુમર બનતા પણ અટકાવે છે.

6. વિટામિન ઇ અને પ્રોટીન - અખરોટમાં સૌથી વધુ વિટામિન ઇ અને પ્રોટીન હોય છે. તેમાં મીટની સરખામણીએ વધુ પ્રોટીન હોય છે. તો જો તમે વેજિટેરિયન છો તો પ્રોટીન માટે દરરોજ અખરોટ ખાવાની ટેવ રાખો.