શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

આ 5 સુપરફુડ્સને મહિનામાં ઓછામાં ઓછા 15-16 વાર ખાવાથી ઝડપથી ઘટશે તમારુ વજન

વજન ઘટાડવા માટે લોકો કસરતથી લઈને સ્વીમિંગ સુધી ઘણી મહેનત કરે છે. પણ આ સાથે જ તમને તમારા ડાયેટનુ પણ સંપૂર્ણ ખ્યાલ રાખવો જોઈએ.  ડાયેટમાં આ 5 સુપરફુડ્સને સામેલ કરી તમે જલ્દી તમારુ વજન ઓછુ કરી શકો છો. આ સુપરફુડ્સમા તમને મિનરલ્સ, વિટામિન અને અનેક પ્રકારના એંટીઓક્સીડેંટ મળે છે. જેનાથી ત્મારા શરીરને સંપૂર્ણ પોષણ પણ મળે છે અને સાથે જ વજન પણ ઓછુ થઈ જાય છે. 
 
બૈરી - બૈરીમાં એંટીઓક્સીડેટ્સ ભરપૂર માત્રામાં હોય છે આ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે. આ પાચન તંત્ર માટે પણ ખૂબ લાભકારી છે. જેનાથી સહેલાઈથી વજન ઘટાડી શકાય છે. 
 
ઈંડા - ઈંડામાં ભરપૂર માત્રામાં ન્યૂટ્રિએંટ જોવા મળે છે. બીજી બાજુ તેમા કૈલોરીઝ પણ ઓછી હોય છે.  આ પ્રોટીનથી ભરપૂર હોય છે. જેને ખાવાથી તમને તાકત પણ મળશે અને વધુ ભૂખ પણ નહી લાગે. 
 
સફરજન - સફરજના ફાયદા વિશે તો આપણે જાણીએ જ છીએ. સફરજનમાં પુષ્કળ પ્રમાણમાં એંટીઓક્સીડેટ્સ, ફાઈબર, મિનરલ અને વિટામિન જોવા મળે છે. જે આપણા આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. સફરજન વજન ઓછુ કરવા સાથે જ તે તમને જાડાપણા સામે લડવામાં પણ મદદ કરે છે. 
 
પાલક - પાલકમાં વિટામિન, મિનરલ અને અનેક પ્રકારના લાભદાયજ્ક ફાયટોકૈમિકલ્સ જોવા મળે છે.  જે હેલ્થને લઈને વધુ સતર્ક રહે છે. આ માટે પાલક ખવી ખૂબ જરૂરી છે. 
 
ગ્રીન ટી - ગ્રીન ટી આરોગ્ય માટે સૌથી સારુ પીણુ છે.  તેને પીવાથી જાડાપણુ ઓછુ થાય છે, કેંસરથી બચાવ થાય છે સાથે જ મગજ પણ સારી રીતે કાર્ય કરે છે.