આ શાક દુનિયાનુ સૌથી પૌષ્ટિક શાક માનવામાં આવે છે

spiny gourd
Last Modified શનિવાર, 6 જુલાઈ 2019 (18:39 IST)
માનસૂન શરૂ થતા જ બજારમાં અનેક પ્રકારના પણ આવવા માંડ્યા છે. તેમાથી જ એક કંકોડા વરસાદી સીઝનમં ઉગનારી આ શાક ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. માહિતગાર આને દુનિયાનુ સૌથી પૌષ્ટિક શાક માને છે.

તેને કંકોડા મીઠા કારેલા, કેકરોલ, કાકરોલ, કકોડે, ભાટ, કરેલા, કોરોલા, કરટોલી વગેરે નામોથી પણ ઓળખાય છે.
આ શાક કરેલા પ્રજાતિની છે. પણ આ કરેલા જેવી કડવી નથી હોતી.

અનેક સ્થાન પર આનો દવના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. આ શાકનુ થોડા દિવસ સતત સેવન કરવાથી શારીરિક તાકતનો વધારો થાય છે.

આયુર્વેદમાં પણ કંકોડાનુ ખૂબ આરોગ્યપ્રદ બતાવ્યુ છે.
તેમા ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળ્યુ છે. તેનુ શાક ખૂબ સ્વાદિષ્ટ માનવામાં આવે છે. અનેક રિપોર્ટ્સમાં આ વાત સામે આવી છે કે તેમા ચિકન કરતા 50 ગણી વધુ તાકત અને પ્રોટીન અને આયરન ભરપૂર માત્રામાં જોવા મળે છે. પણ કેલોરીની માત્રા ઓછી હોય છે.

100 ગ્રામ કંકોડામાં ફક્ત 17 કેલોરી ઉર્જા મળે છે. જેનાથી વજન ઘટાડવામાં પણ આ સહાયક થઈ જાય છે.
આ શાકમં વર્તમાન ફાઈટોકેમિક્સલ શરીરને આરોગ્ય પ્રદ અને એંટીઓક્સીડેટ હોવાના કારણે લોહી પણ સાફ કરે છે.
લોહી સાફ થવાથી સ્કિન રોગ થતા નથી. બીજી બાજુ આ શાક લ્યુટેન જેવા કેરોટોનોઈડ્સ વિવિધ નિત્ર રોગ, હ્રદયરોગ અહી સુધી કે કેંસરની રોકથામમાં સહાયક છે.
આના બીજા પણ છે ફાયદા

-કંકોડાનુ શાક ખાવાથી કે તેનો રસ પીવાથી ખોરાક સહેલાઈથી પચી જાય છે અને શરીરનુ મેટાબોલિઝ્મ ઝડપી બનેછે. તેનાથી પેટની સમસ્યાથી બચી શકાય છે.
- કંકોડામાં કેરોટેણૉઈડ્સની માત્રા ભરપૂર હોય છે તેથી આ આંખો માટે ખૂબ લાભકારી છે. તેનુ સેવન કરવાથી આંખોની રોશની તેજ થાય છે.
- કંકોડાનુ શાક ખાવાથી બ્લડ શુગર લેવલ ઓછુ થાય છે. તેથી આ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે.
- બદલતી ઋતુમાં મોટેભાગે શરદી-ખાંસી અને તાવ જેવી બીમારીઓ થાય છે. કંકોડાના શાકમાં એંટી એલર્જીક અને એનાલ્જેસિક ગુણ હોય છે. જે આ બીમારીઓ સામે બચવામાં મદદરૂપ થઈ શકે છે.
- એક શોધ મુજબ આ શાક બોડીને સારી રીતે ડિટોક્સ કરે છે. જેનાથી શરીર અને લોહીમાં રહેલ બધી ગંદકી બહાર નીકળી જાય છે.
- કંકોડામાં રહેલ પ્રોટીંસ, વિટામિન્સ અને મિનરલ્સ આખો દિવસ એનર્જિટિક રાખી શકો છો.


આ પણ વાંચો :