ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 17 જુલાઈ 2017 (08:09 IST)

જાણો તમારા વજન મુજબ કેટલુ પાણી પીને તમે હેલ્દી રહી શકો છો

ઘણા લોકોને દર રોજ યોગ્ય માત્રામાં પાણી પીવાથી સ્વાસ્થ્ય અને વજન પણ શુ અસર પડે છે  ના અસલી મહત્વ વિશે જાણ નથી. પણ શુ તમે જાણો છો કે નિયમિત રૂપથી યોગ્ય માત્રામાં પાણી પીવુ વાસ્તવમાં તમારી મેટાબોલ્જિમને વધારવાની સાથે વધુ ખાવા પર અંકુશ લગાવવામાં મદદ કરે છે. 
 
1. વજન અનુસાર પાણી - ડોક્ટરથી લઈને ડાયેટીશિયન સુધી બધા લાંબા સમય સુધી ફીટ અને હેલ્ધી રહેવા માટે રોજ ઓછામાં ઓછુ 8 ગ્લાસ પાણી મતલબ દિવસમાં લગભગ 2 લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પણ શુ તમે જાણો છો કે દિવસમાં કેટલુ પાણી પીવુ જોઈએ એ સંપૂર્ણ રીતે તમારા સ્વાસ્થ્ય પર અધારિત છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે તમારે તમારા વજન મુજબ કેટલુ પાણી પીવુ જોઈએ. 
 
2. તમને તમારા વજન વિશે માહિતી હોવી જોઈએ 
 
તમારા શરીરને કેટલા પાણીની જરૂર છે એ માટે સૌ પહેલા જરૂરી છે કે તમને તમારા વજનની યોગ્ય માહિતી હોય. કારણ કે 50 કિલો વજન અને 80 કિલો વજનવાળા લોકોની પાણીની જરૂરિયાત જુદી જુદી હોય છે. પાણી શરીરને ડિટોક્સ કરવા ઉપરાંત મેટાબોલિજ્મ અને પાચન જેવી અનેક વસ્તુઓના યોગ્ય કાર્ય માટે જવાબદાર હોય છે. 
 
3. વજન જાણ્યા પછી આ રીતે પીવો પાણી 
 
તમે સાચુ વજન જાણ્યા પછી વજનને 30થી ડિવાઈડ કરો અને પછી જેટલી માત્રા આવે એટલુ જ પાણી દિવસભરમાં પીવુ શરૂ કરો.  દા.ત. જો તમારુ વજન 60 કિલો છે તો તમારા શરીઅને હાઈડ્રેટ રાખવા અને અંગોને સારી રીતે કાર્ય કરવા માટે દિવસભરમાં 2 લીટર પાણી જરૂર પીવુ જોઈએ.