શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

હેલ્થ ટિપ્સ - દૂધ : ક્યારે પીવુ જોઈએ ક્યારે નહી

દૂધ પ્રકૃતિનુ સૌથી પૌષ્ટિક આહાર છે. તેથી તેને ધરતીનુ અમૃત પણ કહેવામાં આવે છે. મનુષ્ય માટે દૂધ સર્વોત્તમ અને સંપૂર્ણ ખાદ્ય પદાર્થ છે. દૂધ મનુષ્યના મોટાભાગની પોષણ આવશ્યકતાઓની પૂર્તિ કરે ક હ્હે. એવુ કહેવાય છે કે દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલુ છે.

દરેક વયના લોકોએ ખાસ કરીને સ્ત્રીઓએ દૂધનુ સેવન જરૂર કરવુ જોઈએ. દૂધ કેટલુ પીવુ જોઈએ અને ક્યારે પીવાથી લાભ થાય અને ક્યારે પીવાથી નુકશાન થાય એ વાતોને લઈને દરેકના મનમાં શંકા હોય છે. અહી અમે તમને બતાવી રહ્યા છે દૂધ પીવવું એ તમને ક્યારે ફાયદો કરશે અને ક્યારે નુકશાન કરશે.

- સવારે ખાલી પેટ દૂધ ન પીવુ જોઈએ. તેનાથી અમાશયની સ્થિતિ ઠીક થતી નથી, સવારે દૂધ પીનારને ગેસની સમસ્યા થઈ શકે છે. પણ જેમની પાચનશક્તિ સારી છે તે નિયમિત સવારે દૂધ પી શકે છે. વ્યાયામ કરનારા લોકો માટે સવારે દૂધ પીવુ નુકશાનદાયક નથી.

- નાસ્તો કર્યા બાદ મતલબ ચટપટુ કે નમક, મસાલાવાળી વસ્તુઓ સાથે કે તે ખાધા પછી દૂધ ન પીવુ જોઈએ. તેનાથી નુકસાન થઈ શકે છે. પણ હા, ચા કે કોફી, પાણી પીવાથી આ પ્રકારનું નુકશાન નથી થતુ.

- સૂતી સમયે દૂધ પીવાની એક શરત છે કે સાંજનુ ભોજન કર્યા બાદ ત્રણ કલાક થઈ જવા જોઈએ, જેથી અમાશય ખાલી થઈ ચુક્યુ હોય. સૂતી વખતે દૂધ પીવાથી લાભ થાય છે. કારણ કે દૂધ પીધા બાદ સૂઈ જવાથી કોઈ પદાર્થ પેટમાં જતો નથી અને દૂધ સહેલાઈથી પચી જાય છે અને ગુણકારી રહે છે.