બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (16:14 IST)

નવરાત્રિમાં લસણ-ડુંગળી ખાવાની મનાઈ કેમ હોય છે?

નવરાત્રિ દરમિયાન લસણ ડુંગળીનુ સેવન વર્જિત માનવામાં આવે છે. નવરાત્રિમાં દારૂ સિગરેટ માંસાહારનુ પણ સેવન કરવાની મનાઈ છે. પણ શુ તમે જાણો છો કે નવરાત્રિમાં લસણ અને ડુંગળી કેમ ન ખાવી જોઈએ. 
 
શાસ્રો મુજબ ખોરાક ત્રણ પ્રકારનો છે.  - પહેલો તામસિક બીજો રાજસિક અને ત્રીજો સાત્વિક 
 
સાત્વિક - સાત્વિક ભોજન સૌથી શુદ્ધ માનવામાં આવે છે અને આ ભોજન શરીર માટે લાભદાયક છે.  સાત્વિક ભોજન એ છે જે શરીરને શુદ્ધ કરે છે અને મનને શાંતિ પ્રદાન કરે છે.   બાફેલો ખોરા જો 3-4 કલાકની અંદર ખાઈ લેવામાં અવે તો તેને સાત્વિક માનવામાં આવે છે. 
 
તેમા તાજા ફળ લીલા શાકભાજી બદામ વગેરે. અનાજ અને તાજુ દૂધ, ફળોનો રસ, કેરી શાક, વધુ તેલ મસાલા વગરનો ખોરાક આવે છે.  નવરાત્રિમાં સાત્વિક ભોજન કરવાનુ વિધાન છે અને તેમા લસણ ડુંગળીનો સમાવેશ નથી. 
 
રાજસિક ભોજન - રાજસિક ભોજન એ હોય છે જે ખાવામાં સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે જ તેમા જુદા જુદા પ્રકારની ગંધ હોય છે.  એવી ગંધ જે મોઢામાં લાંબા સમય સુધી રહે છે. લસણ ડુંગળી મશરૂમ જેવા છોડ રાજસિક ભોજનમાં આવે છે. આ પ્રકારના ભોજન ખૂબ મસાલા સાથે પકવવામાં આવે છે. આ બ્રાહ્મણ, જૈન ધર્મ શાસ્ત્રોમાં તેમને સારુ નથી માનવામાં આવ્યુ. તર્ક એ છે કે રાજસિક ભોજન ખાવાથી ઉત્તેજના કે ઉન્માદ વધે છે. આ ભોજન ધ્યાનમાં વિધ્ન ઉભુ કરે છે. 
 
તામસિક ભોજન - મન અને શરીર બંનેને આ ખોરાક સુસ્ત બનાવે છે. પચવામં ખૂબ સમય લાગે છે અને તેમા ઈંડા, માંસ, માછલી અને બધા પ્રકારના એવો ખોરાક કે પીણુ જેનાથી નશો થઈ શકે છે.  આ ઉપરાંત વાસી ખોરાક પણ તામસિક ભોજન કહેવાય છે. 
 
ટૂંકમાં જે ખાવાને પચવામાં મુશ્કેલી ઉભી થાય તે ખોરાક રાજસિક અને તામસિકમાં સામેલ થાય છે. નવરાત્રિમાં લસણ ડુંગળી ન ખાવાનુ આ કારણ પણ છે કે એવુ માનવામાં આવે છે કે આ ખોરાક મગજને સુસ્ત બનાવે છે. વ્રત ઉપવાસ દરમિયાન પૂજા કરવામાં આવે છે અને અનેક અનુષ્ઠાન પણ થાય છે તેથી મગજનું સુસ્ત થવુ યોગ્ય નથી માનવામાં આવતુ. આ મુખ્ય કારણ છે કે નવરાત્રિમાં લસણ  અને ડુંગળી ખાવાની મનાઈ હોય છે.