નવરાત્રિ અને દિવાળી વેકેશનની તારીખો જાહેર કરાઈ

Last Modified બુધવાર, 29 મે 2019 (12:18 IST)
વર્ષ ર૦૧૮–૧૯ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલ નવરાત્રિ વેકેશન ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં યથાવત રાખવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ નવરાત્રિ વેકેશનની મંજૂરી આપી છે. આપને જણાવીએ કે શિક્ષણ સમિતિ બેઠકમાં નવરાત્રિ વેકેશન રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી તેને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નથી.ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રિ વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન તા.૩૦/૯/ર૦૧૯થી તા.૭/૧૦/ર૦૧૯ સાથે ૮ (આઠ) દિવસનું વેકેશન આપવામાં આવશે અને દિવાળી વેકેશન તા.રપ/૧૦/ર૦૧૯ થી તા.૬/૧૧/ર૦૧૯ના સમયગાળા દરમિયાન ૧૩ (તેર) દિવસનું વેકેશન આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે શિક્ષણ સમિતિએ બોર્ડની બેઠકમાં નવરાત્રિ વેકેશન રદ કરવા ભલામણ કરી હતી, પણ આ ભલામણ સ્વીકારાઈ નથી. અને ગુજરાતમાં ચાલુ શૈક્ષણિક સત્રમાં નવરાત્રિ વેકેશન ચાલુ રહેશે.


આ પણ વાંચો :