શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 4 ફેબ્રુઆરી 2024 (09:15 IST)

World Cancer Day 2022: કૈસરનુ સંકટ વધારી શકે છે આ 5 વસ્તુઓ, આજથી જ ખાવાનુ કરો બંધ

cancer day
વર્લ્ડ કેન્સર દિવસ(World Cancer Day) દુનિયાભરમાં 4 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસ 1933 માં શરૂ થયો. લોકોને કેન્સર વિશે જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ દિવસે ઘણી સરકારી અને ખાનગી સંસ્થાઓ કેન્સરને જાગૃત કરવા માટે કેમ્પ, લેક્ચર અને સેમિનારનું આયોજન કરે છે.
 
દુનિયાભરમાં  હજારો લોકો  દર વર્ષે કેન્સરને કારણે મૃત્યુ પામે છે. વર્લ્ડ કેન્સર રિસર્ચ અનુસાર, દરરોજ ખાવામાં આવતા કેટલાક ખોરાક એવા છે જે કેન્સરનું જોખમ વધારી શકે છે. જો આ ખોરાકનું સેવન બંધ કરવામાં આવે તો કેન્સરનું જોખમ ઘટી શકે છે. જો તમે પણ કેન્સરથી દૂર રહેવા માંગતા હોવ અને તેનું જોખમ ઓછું કરવા માંગો છો, તો નીચે દર્શાવેલ ખોરાક ખાવાનું બંધ કરો.
 
ફ્રાય ફુડ તળવા માટે, તેલને હાઈ ફ્લેમ પર ગરમ કરવામાં આવે છે. આવુ કરવાથી  એક્રેલામાઇડ નામનું સંયોજન બનવાનું શરૂ થાય છે. સંશોધન અનુસાર, એક્રેલામાઇડ સંયોજન ડીએનએને નુકસાન પહોંચાડે છે, જે કેન્સર સહિત રોગોનું જોખમ વધારે 
 
નિષ્ણાતો કહે છે કે કેટલાક લોકોને તળેલું ખાવાની આદત હોય છે. આવો ખોરાક ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ પણ વધી જાય છે. આ સ્થિતિઓ શરીરમાં તણાવ અને બળતરા વધારી શકે છે, જે કેન્સરનું જોખમ વધારે છે
 
વધારે રાંધેલો ખોરાક (Overcooked foods) 
 
ભારતીય ઘરોમાં ખોરાકને વધુ પડતી રાંધવાની આદત છે, જે તેના તમામ વિટામિન્સ અને મિનરલ્સને નષ્ટ કરી દે છે. પરંતુ તે જ સમયે કેટલાક લોકો ખોરાકને વધુ આગ પર અથવા સીધા આગમાં રાંધે છે અને પછી તેનું સેવન કરે છે. આવો ખોરાક ખાવાથી કેન્સરનું જોખમ વધી શકે છે.
 
2020માં થયેલા એક રિસર્ચ અનુસાર, નોનવેજને વધુ ગરમીમાં રાંધવાથી ઘણા એવા સંયોજનો બને છે, જે કોષોના ડીએનએમાં ફેરફાર કરે છે અને કેન્સરનું જોખમ વધારે છે. તેથી, ઉંચી જ્યોત પર સીધો ખોરાક રાંધવાને બદલે, પ્રેશર કૂકરનો ઉપયોગ કરો. આ સિવાય તમે ધીમી આંચ પર શેકી અથવા બેક કરી શકો છો.
 
મીઠી અને રિફાઈંડ ફુડ પ્રોડક્ટ આડકતરી રીતે કેન્સરના જોખમને વધારી શકે છે. આ ખાદ્યપદાર્થોમાં ખાંડયુક્ત પીણાં, બેકડ ફૂડ, સફેદ પાસ્તા, સફેદ બ્રેડ, સફેદ ચોખા વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય સ્ટાર્ચયુક્ત ખોરાક ખાવાથી ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ પણ વધી શકે છે. 2020 ના અભ્યાસ મુજબ, ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી પરિસ્થિતિઓ પણ અમુક પ્રકારના કેન્સરનું જોખમ વધારી શકે છે.
 
2019ની સમીક્ષા અનુસાર, પ્રકાર 2 ડાયાબિટીસ અંડાશય, સ્તન અને ગર્ભાશયના કેન્સરના જોખમ સાથે સંકળાયેલ છે. ખાંડ અને શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતા ઉત્પાદનોમાં પણ ખાંડ વધુ હોય છે, જે આંતરડાના કેન્સરને પ્રોત્સાહન આપી શકે છે. તેથી આવા ખોરાક ખાવાનું પણ ટાળો.
 
દારૂ (Alcohol)
 
આલ્કોહોલના સેવનથી લીવર આલ્કોહોલને કાર્સિનોજેનિક કમ્પાઉન્ડ એસીટાલ્ડીહાઈડમાં તોડી નાખે છે. જેના કારણે ડીએનએને નુકસાન થાય છે અને રોગપ્રતિકારક શક્તિના કાર્યમાં પણ સમસ્યા થાય છે. આ અમુક પ્રકારના કેન્સરનું જોખમ વધારે છે. આલ્કોહોલ પીવાથી શરીરને અન્ય ઘણા નુકસાન પણ થાય છે, તેથી તેનું સેવન પણ ન કરવું જોઈએ.
 
પ્રોસેસ્ડ મીટ(Processed meat)
 
પ્રોસેસ્ડ મીટ બનાવવા માટે જે રીત અપનાવાય છે તે કેન્સર પેદા કરનારા તત્વ એટલે કે કાર્સિનોજેન્સ બનાવી શકે છે,  તેથી, પ્રોસેસ્ડ મીટનો વપરાશ ટાળવો જોઈએ. 2019માં થયેલા સંશોધન મુજબ, પ્રોસેસ્ડ મીટ કોલોન કેન્સરનું મુખ્ય પરિબળ છે અને અન્ય અભ્યાસો અનુસાર, પ્રોસેસ્ડ મીટ કોલોન કેન્સરનું જોખમ પણ વધારી શકે છે.
 
આ ઉપરાંત  2018માં કરવામાં આવેલી સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે જે મહિલાઓ વધુ પ્રોસેસ્ડ મીટનું સેવન કરે છે તેમને સ્તન કેન્સરનું જોખમ વધારે જોવા મળ્યુ.