શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 14 નવેમ્બર 2019 (18:29 IST)

World Diabetes Day 2019 : જાણો ડાયાબિટીસમાં શુ ખાશો, ક્યારે ખાશો અને કેટલુ ખાશો

ડાયાબિટીઝ હોવાનો મતલબ એ નથી કે જીંદગી ખતમ થઈ ગઈ. આ બીમારીમાં જો સંયમિત જીન જીવવામાં આવે તો બધુ મેળવી શકાય છે અને સૌથી મોટુ કામ સંયમ હોય છે ખાન પાનનુ. ડાયાબિટીઝના દર્દી માટે એ જાણવુ ખૂબ જરૂરી છે કે શુ ખાશો, ક્યારે ખાશો અને કેટલુ ખાશો ? જો ડાયાબિટીસના પ્રથમ 10 વર્ષમાં ખાન પાન અને લાઈફ સ્ટાઈલ પર નિયંત્રણ રાખવામાં આવે તો આગળનુ જીવન ખૂબ જ સહેલાઈથી વીતી જાય છે. 
 
ડાયાબિટીસના દર્દીઓએ ખુદને માટે ખાદ્ય પદાર્થોની પસંદગી કરવી ખૂબ જરૂરી છે.  કારણ કે બ્લડ શુગર લેવલને દરેક સ્થિતિમાં કંટ્રોલમાં રાખવાનુ છે. એવી વસ્તુઓ ખાવી જોઈએ જે હાર્ટ ડિસીઝ જેવી ડાયાબિટીસથી થનારી બીમારીઓને રોકવામાં મદદ કરે. 
 
ડાયાબિટીઝના દર્દીઓ માટે ડોક્ટર ડાયેલ પ્લાન બનાવીને આપ છે. જેનુ પાલન કરવુ ખૂબ જરૂરી છે. ભોજનનો સમય પણ મહત્વપૂર્ણ છે. 
 
સવારે ઉઠતા જ શુ ખાવુ જોઈએ

-  લીંબુનો રસ મિક્સ કરેલુ ગરમ પાણી 
- સફરજન કે તરબૂચ 
- ખાંડ વગરની ગ્રીન ટી 
- બ્લેક કોફી સાથે ડાયજેસ્ટિવ બિસ્કિટ 
 
સવારનો નાસ્તો 
 
-1 વાડકી ચોખાનો દલિયા દૂધ અને કેળા, સાધારણ બટર લગાવેલ બે વ્હીટ બ્રેડ 
- દૂધ સાથે એક બાફેલુ ઈંડુ દૂધ સાથે વ્હીટ ફ્લેક્સ, પૌઆ સાથે એક ગ્લાસ દૂધ, 2 કે 3 ઈડલી સાથે ઓછા મીઠાવાળી ચટણી અને સાંભાર, 2 ડોસા સાથે ઓછા મીઠાવાળી ચટણી અને સાંભાર, એક વાડકી ઉપમા. 
 
બપોરે ભોજન પહેલા 
 
- 1 સફરજન કે સંતરા કે પપૈયુ, રાયતા કે મસાલેદાર છાશ, એક વાડકી દહી 
 
બપોરનુ ભોજન 
 
- 1 વાડકી દાળ, સાથે જ મટર, ફ્લાવર, શિમલા મરચા કે દૂધીના શાક સાથે બે રોટલી 
 
અથવા 

-નોનવેજ ખાનારાઓ માટે માછલી કરી સાથે એક વાડકી ચોખા, ડુંગળી, કાકડી, ટામેટા સલાદનો વિકલ્પ છે. બેક્ડ માછળી કે ચિકન પણ ખાઈ શકો છો. 
અથવા 
 
- એક વાડકી ચોખા સાથે સાંભાર અને શાકભાજી, 1 વાડકી ચોખા સાથે દહી 
 
સાંજનો નાસ્તો 
- મસાલા રાઈસ, ગીન ટી 
 
અથવા ગ્રીન ટી સાથે 2 બિસ્કિટ 
 
રાતનુ જમવાનુ 
 
2 રોટલી એક વાડકી દાળ સાથે 
 
અથવા 
 
2 રોટલી શાક સાથે 
 
અથવા 
 
2 રોટલી પનીરના કોઈ શાક સાથે 
 
2 રોટલી મિક્સ શાક કરી સાથે 
 
સૂતા પહેલા 
 
- 1 ગ્લાસ દૂધ
 
ડાયાબિટીસ કંટ્રોલ કરનારાઓનું ખાન-પાન 
 
- લીલી પત્તેદાર શાકભાજી જે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ઓછી કેલોરી આપે છે. 
- ઈંડા આમ તો આરોગ્ય માટે લાભકારી છે. આ કલાકો સુધી એનર્જી આપી શકે છે. નિયમિત રૂપથી ઈંડાનુ સેવન દિલ સંબંધી બીમારીઓ દૂર રાખે છે. ઈંડા ખાવા લાભકારી છે. ટાઈપ 2 ડાયાબિટીસવાળા દર્દી એક દિવસમાં બે ઈંડા ખાઈ શકે છે. તેનાથી હાઈ પ્રોટીન તો મળશે જ સાથ જ બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહેશે. 
 
- હળદર બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. તેનાથી હાર્ટ એટેકનુ જોખમ પણ ઓછુ થાય છે. 
 
- દહી ડાયાબિટીસના રોગીઓ માટે એક સારો વિકલ્પ છે. તેમા પ્રોબાયોટિક્સ હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને હ્રદયરોગના જોખમને ઓછુ કરે છે.  અભ્યાસમાં જોવા મળ્યુ છે કે દહી અને અન્ય ડેયરી ખાદ્ય પદાર્થોથી વજન ઓછુ થઈ શકે છે અને ટાઈપ 2 ડાયાબિટીસવાળા લોકોમાં સુધારો થઈ શકે છે.