શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 3 મે 2021 (15:02 IST)

World Laughter Day : હસવાથી થતા આ 5 ફાયદા વિશે જાણો છો

કોરોના મહામારીને કારણે આજે દુનિયામાં ડર અને ઉદાસીનુ વાતાવરણ છે. પણ છતા પણ આ મુશ્કેલ સમયમાં બધાના દિલોમાં આશા છે કે આવનારો સમય ખુશીઓ લઈને આવશે. બીજી બાજુ આ સમયે સૌથી વધુ જરૂર છે હસવા અને ખુશ રહેવાની. જેનાથી અમારી અંદર પોઝિટીવિટી આવવાની સાથે અમારી ઈમ્યુનિટી પણ વધી શકે. આજે વર્લ્ડ લાફ્ટર ડે છે. વિશ્વ હાસ્ય દિવસ એટલે કે વર્લ્ડ લાફ્ટર ડે સેલિબ્રેશન 1998માં શરૂ થયુ હતુ. 
 
આ રીતે શરૂ થયો આ દિવસ - આની શરૂઆતનો શ્રેય ગુરૂ ઓફ ગિગલિંગ ના નામથી જાણીતા, લાફ્ટર યોગા મૂવમેંટ સંસ્થાપક ડો. મદન કટારિયાને જાય છે. તેમણે 11 જાન્યુઆરી 1998ને મુંબઈમાં પહેલીવાર વર્લ્ડ લાફ્ટર ડે સેલિબ્રેટ કર્યુ. આ આયોજનનો ઉદ્દેશ્ય સમાજમાં વધતા તનાવને ઓછો કરવો અને ખુશહાલ જીવન જીવવાની કળા શિખવાનો હતો.  ત્યારથી દર વર્ષે મે ના પહેલા રવિવારે વર્લ્ડ લાફ્ટર ડે ના રૂપમાં ઉજવાય છે. આ આયોજનોનો હેતુ હાસ્યની મદદથી વસુધૈવ કુટુંબકમની ભાવનાને આગળ વધારવાનુ પણ છે. 
 
હસવાના ફાયદા 
 
ઈમ્યુનિટી થાય છે બુસ્ટ - હસવાથી શરીરમાં વધુ મેલેટોનિનનુ ઉત્પાદન થાય છે.  જે મગજ દ્વારા રજુ થયેલ હાર્મોન છે.  તેનાથી સારી ઊંઘમાં મદદ મળે છે.  તેનાથી ઊંઘનુ પૈટર્ન પણ સુધરે છે.  એટલુ જ નહી ડિપ્રેશનનો સામનો કરી રહેલ લોકો માટે આ રામબાણ છે. મુક્ત રીતે હસવાથી ઈમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ થાય છે. 
 
ઈંટરનલ એક્સરસાઈઝ 
 
એંડોર્ફિન પ્રાકૃતિક દર્દ નિવારક છે, જે દુખાવામા સક્રિય હોય છે. જેની જરૂર હોય છે જેથી દર્દમાંથી બહાર નીકળી શકે. આ માટે સૌથી પહેલા કામ જે જરૂરી છે એ છે ખૂબ હસો. બીજી બાજુ હસવુ એક વર્કઆઉટ છે. તેનાથી આંતરિક કસરત હોય છે. મુક્ત હસવાથી ડાયાફ્રામ, પેટ, શ્વસન પ્રણાલી અને ખભાનો અભ્યાસ થાય છે અને હસ્યા પછી માંસપેશીઓ વધુ રિલેક્સ્ડ થઈ જાય છે. 
 
શુગર કંટ્રોલ - હસવુ એ કોઈ મીઠાઈથી ઓછી નથી. હસવાથી રકતનળીનુ કાર્ય સુધરે છે અને રક્ત પ્રવાહ વધે છે તેનાથી હાર્ટ એટેક સાથે જોડાયેલ બીઆરીઓથી બચી શકાય છે. રોજ મુક્ત રીતે હસવાથી ડાયાબિટીઝ કંટ્રોલમાં રહેવામાં પણ મદદ મળે છે. 
 
એંટી એજિંગ માટે હસો - હસવઆથી આપણા સ્કિનની સારી કસરત થાય છે તેથી હસવુ આરોગ્ય માટે જરૂરી છે. હસતા રહેવાથી ચેહરાની 15 માંસપીશો એક સાથે કામ કરએ છે. ચહેરા તરફ લોહીનો પ્રવાહ વધે છે જેના કારણે વ્યક્તિ જુવાન દેખાય છે. શરીરના સ્નાયુઓ અને અવયવો ઓક્સીજનનો પ્રવાહ વધી જાય છે, તેનાથી વધુ ઉર્જા મળે છ.એ 
 
દર્દથી રાહત - અનેક અભ્યાસમાં  જોવા મળ્યું છે કે સ્પોન્ડિલાઇટિસ અથવા પીઠનો દુખાવા જેવી અસહ્ય પીડાને દૂર કરવા માટે હાસ્ય એ એક અસરકારક વિકલ્પ છે. ડોક્ટર લાફિંગ થેરેપીની મદદથી આ રોગોમાં રોગીઓને આરામ પહોચાડવાનો પ્રયાસ કરે છે એટલું જ નહીં, 10 મિનિટ સુધીનું ખડખડાટ હસવાથી  તમને બે કલાક સુધી પીડાથી મુક્તિ કે ઉંઘ આવી શકે છે.