ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 25 એપ્રિલ 2024 (11:40 IST)

World Malaria Day 2024 - કેમ ઉજવાય છે મલેરિયા દિવસ ? જાણો ઈતિહાસ, મહત્વ અને થીમ

World Malaria Day
World Malaria Day
World Malaria Day 2024:  દુનિયાભરમાં દર વર્ષે 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.  આ ખાસ દિવસ ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય મલેરિયાની રોકથામ કરીને લોકોનો જીવ બચાવવાનો છે. દુનિયામાં દર  વર્ષે કરોડો લોકો મલેરિયાની ચપેટમાં આવે છે  ભારતમાં પણ દર વર્ષે હજારો લોકો મચ્છરોથી થનારી બીમારીઓની ચપેટમાં આવે છે તેમાથી એક મલેરિયા પણ છે.  એક હેલ્થ રિપોર્ટ મુજબ વર્ષ 2022માં મલેરિયાથી 249 મિલિયન લોકો પ્રભાવિત થયા હતા. જેમાથી 6,08,000 લોકોનુ મોત થયુ હતુ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) મુજબ દુનિયાભરમાં હજુ પણ મલેરિયા એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. ઉલ્લેખની છે કે માદા એનોફિલીજ મચ્છર પોતાની લારના માધ્યમથી પ્લાસ્મોડિયમ પરજીવી ફેલાવે છે જે મલેરિયાનુ કારણ બને છે.
 
ક્યારે ઉજવવામાં આવે છે મલેરિયા દિવસ ?
25 એપ્રિલના રોજ વિશ્વભરમાં વિશ્વ મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી વર્ષ 2008 થી શરૂ કરવામાં આવી હતી.
 
વિશ્વ મલેરિયા દિવસનો ઇતિહાસ?
વિશ્વ મલેરિયા દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 2000થી થઈ હતી. જ્યારે તેને આઅફ્રિકા મએર્લિય ડે ના નામથી ઓળખવામાં આવતો હતો. ત્યારબાદ વર્ષ 2008થી તેનુ નામ બદલીને વર્લ્ડ મલેરિયા ડે મુકવામાં આવ્યુ હતુ. આ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આયોજીત કરવામાં આવઅનરી વર્લ્ડ હેલ્થ અસેંબલીના 60મા સેશન દરમિયાન કરવામાં આવ્યુ હતુ. 
 
મેલેરિયા દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય 
આફ્રિકન સ્તરે મેલેરિયા દિવસના આયોજનને ધ્યાનમાં રાખીને, વર્ષ 2007 માં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક બેઠકમાં આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી, જેથી લોકોનું ધ્યાન આ ખતરનાક રોગ તરફ દોરવામાં આવે અને મેલેરિયાના કારણે લાખો મૃત્યુ થઈ શકે. દર વર્ષે અટકાવી શકાય છે આ સાથે લોકોને મેલેરિયા અંગે જાગૃત કરી શકાય છે.
 
વિશ્વ મલેરિયા દિવસની થીમ 
વર્લ્ડ મલેરિયા ડે ને સેલિબ્રેટ કરવા માટે દર વર્ષે એક નવી થીમ મુકવામાં આવે છે. વર્લ્ડ મલેરિયા ડે 2024ની થીમ આ  વખતે Accelerating the fight agaiinst Malariya for more equitable world' મુકવામાં આવી છે. જેનો મતલબ છે 'મલેરિયા વિરુદ્ધ ચાલતી લડાઈને ઝડપી બનાવવાની છે'.