ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (17:00 IST)

સફેદ ચોખા ખાવાથી કેમ વધે છે વજન ? જાણો વેટ કંટ્રોલ કરવા માટે રાંધવાની હેલ્ધી રીત

વજન ઓછુ કરવા માટે સૌ પહેલા ભાત છોડવાની સલાહ આપવામાં આવે છે. પણ જો તમે ચોખા ખૂબ વધુ પસંદ કરો છો અને રોજના ભોજનનો એક ભાગ છે તો ભાત ખાવાનુ છોડવુ એ ખૂબ મુશ્કેલ થઈ જાય છે.  ડાયેટિશિયંસનુ માનીએ તો ભાતને ખાઈને પણ તમે વજન ઘટાડી શકો છો. પણ તેને માટે સૌથી જરૂરી છે ભાત ખાવાની યોગ્ય રીત . 
 
ભાત ખાવાથી કેમ વધે છે વજન 
 
મિત્રો સફે ચોખા રિફાઈંડ હોય છે. તેમા કાર્બોહાઈડ્રેટ્સની માત્રા ખૂબ વધુ હોય છે. અને તેમા રહેલા ફાઈબર પણ ચોખાને તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન નાશ પામે છે.  રિફાઈનિંગની પ્રક્રિયા દરમિયાન ફાઈબર હટી જવાને કારણે ચોખાનુ ગ્લાઈસિમિક ઈંડેક્સ વધી જાય છે.  આ જ કારણ છે કે જો ખૂબ વધુ માત્રામાં ભાતનુ સેવન કરવામાં આવે તો ચોક્કસ રૂપે વજન વધવા ઉપરાંત અનેક ક્રોનિક બીમારીઓનુ સંકટ પણ હોઈ શકે છે. 
 
 
સિંગલ મીલમાં ખાવ ચોખા 
 
આ માટે તમારે કોશિશ કરવી જોઈએ કે સિંગલ મિલ એટલે તમે દિવસમાં એક જ વાર તમારી થાળીમાં ભાત લો.  આવુ કરવાથી તમારી કેલોરી ઈંટેક ઓછી થઈ જશે . કારણે ચોખામાં કાર્બોહાઈડ્રેટની માત્રા પહેલાથી જ વધુ હોય છે તેથી તમારી ખાવાની થાળીમાં અન્ય કોઈપણ એવી વસ્તુ ન પીરસો જેમા  વધુ કાર્બ હોય. 
 
 
ભાત રાંધવાની એક અન્ય રીત છે શાકભાજી સાથે રાંધો ચોખા 
 
ચોખામાં તમે તમારા મનગમતા શાક નાખીને રાંધો. શાકમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર જોવા મળે છે જે તમારા પેટને લાંબા સમય સુધી ફુલ રાખવામાં મદદ કરે છે. ભાતને હેલ્ધી બનાવવા માટે તેમા બીંસ શિમલા મરચુ, બ્રોકલી, ટોફુ, પનીર અને ચિકન વગેરે મિક્સ કરી શકો છો. 
 
 
જો વજન પર કંટ્રોલ રાખવો છે તો ફાય ન કરશો ભાત 
 
ભાતને ન તો ફ્રાય કરો કે ન તો તેને ક્રીમ સાથે મિક્સ કરો.  તેને હંમેશા પાણી સાથે જ ઉકાળીને બાફો.  ભાત બનાવતી વખતે વધારાના પાણીને પણ ફેંકી દો. આવુ કરવાથી ચોખામાં રહેલ સ્ટાર્ચ નીકળી જશે. 
 
 
બ્રાઉન ચોખા ખાવ 
 
જો તમે દિવસમાં બે વાર ભાત ખાવા ઈચ્છો છો તો વાઈટ રાઈસ ને બદલે બ્રાઉન રાઈસ ખાવ્ તેમા ફૈટ અને સ્ટાર્ચની માત્રા ઓછી હોય છે જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. 
 
 
તો મિત્રો આ વજન કંટ્રોલ કરવા માટે સફેદ ચોખા રાંધવાની યોગ્ય રીત વિશે.. આપ પણ ટ્રાય કરો અમારા દ્વારા બતાવેલ આ રીત અને નીચે કમેંટ બોક્સમાં તમારા વિચાર જરૂર મોકલાવો.. અમારા વીડિયોને લાઈક અને  શેયર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી.