1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર - શુ આપ જાણો છો શુ છે કાર્બન મોનોક્સાઈડ પોઈઝનિંગ ?

P.R
કાર્બન મોનોક્સાઇડ એક સ્વાદહીન, રંગહીન, સુગંધહીન ગેસ હોય છે જે ઈંધણની બાષ્પમાં હોય છે જેમાં કાર્બન જેમ કે લાકડી, કોલસો અને ગેસોલીન હોય છે. કાર્બન મોનોક્સાઇડ પોઇઝનિંગ એક બહુ ઘાતક બીમારી છે જે ત્યારે થાય છે જ્યારે લોકો કાર્બન મોનોક્સાઇડને શ્વાસ દ્વારા અંદર લે છે.

કાર, નાના ગેસોલીન એન્જિન, સ્ટવ, લાલટેન, ભઠ્ઠી, તવી, ગેસ રેન્જ, પાણીથી ચાલતા હીટર અને કપડાં સૂકવવાનું ડ્રાયર પણ કાર્બન મોનોક્સાઇડ છોડી શકે છે. આ ઝેરનો પ્રભાવ ત્યારે વધુ પડે છે જ્યારે જે-તે યંત્ર એક બંધ રૂમમાં હોય છે અને તે રૂમમાં હવાની અવર-જવર ઓછી હોય છે અથવા હોતી નથી. કાર્બન મોનોક્સાઇડ પોઇઝનિંગ આગ લાગતા ધુમાડો શ્વાસમાં લેનારા દર્દીઓને થઇ શકે છે. એક તૃતિયાંશથી વધુ દર્દીઓ કાર્બન મોનોક્સાઇડ પોઇઝનિંગને લીધે મૃત્યુ ત્યારે થાય છે જ્યારે તેઓ ઊંઘમાં હોય છે.

એકવાર અંદર લેવામાં આવેલો કાર્બનમોનોક્સાઇડ તમારા ફેફસા દ્વારા લોહીમાં જાય છે જ્યાં હીમોગ્લોબિન સાથે જોડાય છે જે સામાન્ય રૂપે ઓક્સિજન દ્વારા લેવામાં આવે છે. ઓક્સિજન હીમોગ્લોબિનના અણુઓમાં નથી જઇ શકતો જેમાં પહેલેથી જ કાર્બન મોનોક્સાઇડ જોડાયેલો હોય છે જેવો સંપર્ક ચાલુ રહે છે આ ગેસ વધુ ને વધુ હીમોગ્લોબિન અણુઓને પોતાના કબજામાં કરી લે છે અને ધીમે-ધઈમે પૂરતો ઓક્સિજન લઇ જવાની ક્ષમતા ઓછી કરી દે છે જેનાથી તમારા શરીરની ઓક્સિજનની જરૂરિયાત પૂર્ણ નથી થઇ શકતી. ઓક્સિજન વગર એક એક કોષનો નુકસાન થાય છે અને તે મરી જાય છે, ખાસ કરીને જરૂરી અંગોમાં જેમ કે મગજ અને હૃદય.