1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , મંગળવાર, 23 માર્ચ 2010 (15:11 IST)

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા

અમેરિકાના ઓખલામા સિટીના એક સ્ટોરમાં થયેલી લૂટફાટની ઘટનામાં આંધ્રપ્રદેશના હૈદરાબાદથી ગયેલા 28 વર્ષીય એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

આ વિદ્યાર્થીની ઓળખાણ પ્રશાંત ગોયનાકાના રૂપમાં કરવામાં આવી છે. તે કૈલીફોર્નિયાના સનીવાલામાં ઈટરનેશનલ ટેક્નોલોજી યૂનિર્વસિટીનો વિદ્યાર્થી હતો.

પ્રશાંત સ્ટોરમાં થોડા સમય માટે કામ કરતો હતો. કાલે રાત્રે સવા સાત વાગ્યે બે લોકો ગ્રાહક બનીને સ્ટોરમાં આવ્યાં અને તેમણે ત્યાં નાણાની લૂટફાટ કરી અને પ્રશાંતને ગોળી મારી દીધી.